ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / આ તારીખથી 3 જાતકોના 'અચ્છે દિન' શરૂ! શનિની રાશિમાં રાહુ પ્રવેશ કરાવશે લાભ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:13 PM, 23 September 2026
1/5
વર્ષ 2026ના અંતમાં ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે. 5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિ શનિની રાશિ હોવાથી રાહુનું આ ગોચર જ્યોતિષની દૃષ્ટિએ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ મકર રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહેશે. આ દરમિયાન કેટલીક રાશિઓના અટકેલા કામ આગળ વધશે. ચાલો તેના વિષે જાણીએ.
2/5
રાહુનું મકર રાશિમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે નવી તકો લાવી શકે છે. નોકરીમાં લાંબા સમયથી જે મોકાની રાહ જોવાઈ રહી હતી, તે હવે મળી શકે છે. મહેનતનું સારું ફળ મળશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારાના સંકેત છે. કોઈ મહત્વના નિર્ણયને લઈને ચાલી રહેલી અસ્પષ્ટતા દૂર થશે અને આત્મવિશ્વાસ પણ વધશે. જૂના કામોનો ફાયદો પણ મળી શકે છે. એકંદરે આ સમય તમારા પક્ષમાં રહેશે. ઉપાય તરીકે રોજ“ओम रां राहवे नमः” નો 108 વાર જાપ કરો.
ADVERTISEMENT
3/5
વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુનું ગોચર લાંબા સમયથી અટકેલા કામોને આગળ ધપાવનારું બની શકે છે. નોકરી હોય કે વેપાર, બંને ક્ષેત્રોમાં આગળ વધવા માટે નવા રસ્તા દેખાઈ શકે છે. લાંબા સમયથી કરેલી મહેનતનું પરિણામ મળવાની શક્યતા છે. પૈસાને લઈને ચાલી રહેલી કેટલીક મુશ્કેલીઓમાં પણ રાહત મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળવાથી ઉત્સાહ વધશે અને કામ પ્રત્યેનો રસ પણ વધશે. ઉપાય તરીકે દર મહિને કોઈ એક શનિવારે શનિ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું.
4/5
મીન રાશિના જાતકો માટે પણ રાહુનું મકર રાશિમાં આગમન રાહત આપનારું બની શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીનો અંત આવવાથી મન હળવું થઈ શકે છે. કરિયર સાથે જોડાયેલી કોઈ સારી માહિતી મળી શકે છે જેનો ફાયદો આગળના સમયમાં પણ જોવા મળે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધવાની શક્યતા છે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થવાથી ખુશી મળી શકે છે. મોટા નિર્ણયો લેતી વખતે ઉતાવળ ટાળવી અને દરેક પાસું વિચાર્યા બાદ જ આગળ વધવું યોગ્ય રહેશે. ઉપાય તરીકે દર સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવું અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ