ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આખરે આવી ગયો કન્ફર્મ સમય, જુઓ પાટા પર ક્યારે દોડશે બુલેટ ટ્રેન?

પ્રોજેક્ટ / આખરે આવી ગયો કન્ફર્મ સમય, જુઓ પાટા પર ક્યારે દોડશે બુલેટ ટ્રેન?

Published By: Pravin Joshi

Last Updated: 05:47 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને પુષ્ટિ કરી છે કે બુલેટ ટ્રેન આવતા વર્ષે એટલે કે 2027 થી પટરી પર દોડવા માટે તૈયાર છે.

ADVERTISEMENT

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવાની દિશામાં કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. હાઇ-સ્પીડ રેલ ટ્રેક, આધુનિક સ્ટેશનો, બ્રિજ અને ટનલ નિર્માણનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો શેર કરીને દેશવાસીઓને મોટી ખુશખબર આપી છે કે આવતા વર્ષે એટલે કે 2027 માં બુલેટ ટ્રેન પટરી પર દોડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

વાયરલ વીડિયોમાં શું ખાસ છે?

રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સુરત-વાપી ટ્રેક, રેલવે બ્રિજ, સ્ટેશનો અને ટનલમાં ચાલી રહેલા કામની ઝાંખી બતાવવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "બુલેટ ટ્રેન આવતા વર્ષે પટરીઓ પર દોડવા માટે તૈયાર!" વીડિયોમાં કર્મચારીઓ રાત-દિવસ કામ કરતા નજરે પડી રહ્યા છે, જે દર્શાવે છે કે 2027 ના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે નિર્માણ કાર્ય કેટલી ઝડપથી ચાલી રહ્યું છે.

સુરત-વાપી સેક્શનથી થશે શુભારંભ

મુંબઈ-અમદાવાદ વચ્ચેનો સમગ્ર બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટર લાંબો છે, જેમાંથી 348 કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાં આવે છે. પ્રથમ તબક્કામાં સુરત અને વાપી વચ્ચેના આશરે 100 કિલોમીટરના સેક્શન પર બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે, જે શક્યતઃ 15 August 2027 થી શરૂ થઈ શકે છે.

માત્ર 2 કલાકમાં મુંબઈથી અમદાવાદ, 12 સ્ટેશનો પર ઊભી રહેશે

બુલેટ ટ્રેન મહત્તમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સક્ષમ છે, જ્યારે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરાવશે. હાલમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનો પ્રવાસ એક્સપ્રેસ ટ્રેનો દ્વારા લગભગ 6 કલાકનો સમય લે છે, પરંતુ બુલેટ ટ્રેન શરૂ થવાથી આ મુસાફરી માત્ર 2 કલાકમાં પૂરી થઈ જશે.

વધુ વાંચો : બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી, દુષ્કર્મ આચરી લાશ ઝાડીમાં ફેંકી, ગાંધીધામમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

આ કોરિડોરમાં કુલ 12 આધુનિક સ્ટેશનો નક્કી કરવામાં આવ્યા છે:

  • સાબરમતી (પ્રથમ સ્ટેશન)
  • અમદાવાદ
  • આણંદ
  • વડોદરા
  • ભરૂચ
  • સુરત
  • બિલીમોરા
  • વાપી
  • બોઈસર
  • વિરાર
  • ઠાણે
  • મુંબઈ - BKC (અંતિમ સ્ટેશન)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndianRailways BulletTrain MumbaiAhmedabadBulletTrain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ