ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી રાજકોટ રેન્જમાં ડર, 'સગા-સંબંધીમાં ગુનેગાર છે કે નહીં' સહિતની માહિતી માંગી

રાજકોટ / IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી રાજકોટ રેન્જમાં ડર, 'સગા-સંબંધીમાં ગુનેગાર છે કે નહીં' સહિતની માહિતી માંગી

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 05:51 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના નિર્ણયથી રેન્જમાં આવતા જિલ્લાના પોલીસ સ્ટાફમાં ફફડાટ વ્યાપ્યો છે.

ADVERTISEMENT

રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા તમામ પોલીસ વડા પાસેથી તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગી છે.

સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં તેની માહિતી માંગી

પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવામાં આવી છે. જેના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના કર્મચારી અને તેમની કાર્યપદ્ધિમાં મોટો ફેરફાર કરી શકાય.

વધુ વાંચો : વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો

પોલીસ કર્મચારીઓ પાસેથી 7 મુદ્દાની માહિતી મંગાવી

રેન્જ IG નિર્લિપ્ત રાયે પોલીસ સ્ટાફ પાસેથી 7 અલગ અલગ મુદ્દાની માહિતી માંગી છે જેમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીનું નામ, તેમનું મૂળ વતન, હાલનું સરનામું, કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવે છે, કોઈ સગા-સંબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં, જો હોય તો તેમનું નામ અને તેમની સાથે શું સંબંધ છે તેવા મુદ્દાઓ સામેલ છે.આ માહિતી તૈયાર કરી રેન્જ IGને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot crime news range ig nirlip rai

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ