ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''હું સરળતાથી કોઈને માફ નથી કરતી'', રૂમર્ડ ગર્લફ્રેન્ડને જોઈ ગોવિંદા પર ભડકી સુનીતા આહુજા

મનોરંજન / ''હું સરળતાથી કોઈને માફ નથી કરતી'', રૂમર્ડ ગર્લફ્રેન્ડને જોઈ ગોવિંદા પર ભડકી સુનીતા આહુજા

Published By: Pravin Joshi

Last Updated: 06:41 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા ગોવિંદા તેમની પત્ની સુનીતા આહુજા અને કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર વચ્ચેના અંગત વિવાદને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

ADVERTISEMENT

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની અંગત જિંદગીનો ડ્રામા ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યો છે. એક તરફ તેમની પત્ની સુનીતા આહુજા પોતાના પ્રેમ, વફાદારી અને આત્મસન્માન અંગે ખુલ્લેઆમ પ્રહારો કરી રહી છે, તો બીજી તરફ ગોવિંદા તેમની ફિલ્મની કો-સ્ટાર અને કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાણી સ્વર્ણકાર સાથે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દરબારમાં બાપ્પાના દર્શન કરતા જોવા મળ્યા હતા.

didha - 2026-09-23T183715.165

એક જ દિવસે એક જ જગ્યાએ અલગ-અલગ એન્ટ્રી

22 સપ્ટેમ્બરના રોજ ગોવિંદા પોતાની કો-સ્ટાર કોમલ રાણી સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા અને અંતિમ આરતીમાં પણ ભાગ લીધો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ જ દિવસે તેના થોડા કલાકો પહેલા પત્ની સુનીતા આહુજા એકલા બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી ચૂકી હતી. ગોવિંદા સાથે પત્નીના સ્થાને કોમલને જોઈને ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં અનેક સવાલો ઉભા થયા છે.

govinda and sunita aa

સિંદૂરના દ્રશ્યોથી સીક્રેટ મેરેજની ચર્ચા

દર્શન દરમિયાન કેમેરામાં કોમલ રાણીની સેંથામાં સિંદૂર જેવું કંઈક નજરે પડતાં જ સોશિયલ મીડિયા પર બંનેના ગુપ્ત લગ્નની અફવાઓએ જોર પકડ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ સુનીતા આહુજાનું એક આકરૂં નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, "માણસ ધોખો આપે છે, પ્રાણીઓ નહીં." તેમના આ નિવેદનને ગોવિંદાના ટેમ્પલ વિઝિટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

'હું તેને ત્યારે પ્રેમ કરતી હતી જ્યારે તેની પાસે કશું નહોતું'

પોતાના લગ્નજીવન અંગે વાત કરતા સુનીતાએ જણાવ્યું કે તેમને ગોવિંદા સાથે લગ્ન કરવાનો કોઈ અફસોસ નથી. તેમણે યાદ કર્યું કે 40 વર્ષ પહેલા જ્યારે તેમણે ગોવિંદા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારનો વિરોધ હતો, તેમના પિતા લગ્નમાં આવ્યા પણ નહોતા. સુનીતાએ કહ્યું, મેં તેને એ સમયમાં પ્રેમ કર્યો હતો જ્યારે તેની પાસે આજના જેટલી સંપત્તિ અને નામ નહોતા. મારો પ્રેમ તેની સફળતા જોઈને નહોતો થયો.

આત્મસન્માન અને સંબંધોની મર્યાદા

પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા સુનીતાએ ઉમેર્યું કે તે સહેલાઈથી કોઈને માફ કરતી નથી. તે લોકોને એકથી વધુ તકો આપી શકે છે, પરંતુ એક સીમા પછી તેના માટે સેલ્ફ-રેસ્પેક્ટ સૌથી ઉપર છે. જો કોઈ પુરુષ સ્ત્રીના પ્રેમની કદર ન કરે તો તેણે તેની જિંદગીમાંથી નીકળી જવું જોઈએ. સુનીતાએ સ્પષ્ટ કહ્યું, હવે ગોવિંદા પોતાની જિંદગી જીવી રહ્યા છે અને મેં મારી જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે.

વધુ વાંચો : બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી, દુષ્કર્મ આચરી લાશ ઝાડીમાં ફેંકી, ગાંધીધામમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

તલાકની અરજી પાછી ખેંચાયા બાદ પણ વિવાદ યથાવત

નોંધનીય છે કે ઓગસ્ટ 2026 માં સુનીતાએ ગોવિંદા સામે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી અને ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ અલગ નથી થઈ રહ્યા. તે સમયે પણ સુનીતાએ દાવો કર્યો હતો કે ગોવિંદા અને કોમલ લગ્નનું આયોજન કરી રહ્યા છે, જેને મેનેજરે ફગાવી દીધો હતો. જોકે, ગણેશ ઉત્સવ દરમિયાન બંનેનું સાથે દેખાવું અને સિંદૂરનો વિવાદ આ કૌટુંબિક ડ્રામામાં એક નવો મોડ લાવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SunitaAhuja KomalRani Govinda

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ