ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આવનારી 27મીએ રવિવારે બેંકો બંધ નહીં રહે, રહેશે ખુલ્લી, જાણો કેમ?

ખાસ કામનું / આવનારી 27મીએ રવિવારે બેંકો બંધ નહીં રહે, રહેશે ખુલ્લી, જાણો કેમ?

Published By: Nirav Kumar

Last Updated: 08:01 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28થી 30 સપ્ટેમ્બરની ત્રણ દિવસની બેંક હડતાલને ધ્યાનમાં રાખીને સરકાર અને RBIએ 27 સપ્ટેમ્બર રવિવારે પબ્લિક સેક્ટર અને ગ્રામીણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

આગામી રવિવારે બેંકો ખુલ્લી રહેશે. સામાન્ય રીતે રવિવારે બેંકની રજા હોય છે પણ આ વખતે સરકારે ગ્રાહકોની સુવિધા માટે ખાસ નિર્ણય લીધો છે. 27 સપ્ટેમ્બર 2026ના રોજ પબ્લિક સેક્ટર બેંકો અને રિજનલ રૂરલ બેંકો સામાન્ય રીતે કામ કરશે.

જેનું કારણ સ્પષ્ટ છે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)એ 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલનું આહ્વાન કર્યું છે. 26 સપ્ટેમ્બર ચોથા શનિવારની રજા અને 27 સપ્ટેમ્બર રવિવારની રજા સાથે જોડાઈને આ હડતાલ લાંબા સમય સુધી બેંકિંગ સેવાઓને અસર કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે પગલું ભર્યું છે.

આરબીઆઈએ પણ આ નિર્ણયને મંજૂરી આપી છે. તમામ બેંક શાખાઓ, ઑફિસો, એટીએમ-લિંક્ડ બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટ 27 સપ્ટેમ્બરે સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે. RBI, પીએનબી, બેંક ઑફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક, ઇન્ડિયન બેંક સહિત તમામ સરકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. સામાન્ય કામકાજ ચાલુ રહેશે જેથી ગ્રાહકોને અગત્યના વ્યવહારો પૂરા કરવાનો મોકો મળે.

જેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેંક ગ્રાહકોની સુવિધા અને હિત સૌથી મોટી પ્રાથમિકતા છે. કેન્દ્ર સરકાર અને બેંક મેનેજમેન્ટે યુનિયનોને હડતાલ મુલતવી રાખવાની અપીલ પણ કરી છે અને જરૂરી બેંકિંગ સેવાઓ અવિરત ચાલુ રાખવા માટે પગલાં લીધા છે.

આ હડતાલનું મુખ્ય કારણ પાંચ દિવસના કામકાજના અઠવાડિયાની માંગ છે. જેમાં યુનિયનો કહે છે કે RBI અને બીજા સેક્ટરમાં પહેલેથી જ પાંચ દિવસનું કામ ચાલુ છે તેથી બેંકોમાં પણ આ વ્યવસ્થા લાગુ થવી જોઈએ. 30 સપ્ટેમ્બર અર્ધ-વાર્ષિક ક્લોઝિંગની તારીખ હોવાથી આ હડતાલ વધુ મહત્વની બની શકે છે.

વધુ વાંચો : 6% ઈન્ક્રીમેન્ટ, DA મર્જ, ત્રણ ગણી સેલરી, જાણો 8માં પગારપંચ પર ન્યૂ અપડેટ

જેમાં ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે જરૂરી શાખા વ્યવહારો અગાઉથી પૂરા કરી લે અને શક્ય હોય ત્યાં ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરે. એટીએમ અને UPI જેવી સેવાઓ હડતાલ દરમિયાન પણ ચાલુ રહેવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

banks open banks strike rural banks

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ