ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:28 PM, 23 September 2026
ADVERTISEMENT
ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગપતિઓની સંપત્તિમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલ M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ₹9.23 લાખ કરોડ ($96 બિલિયન) ની સંપત્તિ સાથે રિલિજયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારતની રિચ લિસ્ટમાં પુનઃ પ્રથમ ક્રમાંકે પહોંચી ગયા છે. અદાણીની સંપત્તિમાં 13% નો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 10% ઘટીને ₹8.63 લાખ કરોડ ($90 બિલિયન) નોંધાઈ છે. હાલમાં અદાણી અંબાણી કરતાં ₹59,400 કરોડથી આગળ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વર્ષની હુરુન યાદીમાં કુલ 1,810 એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમની પાસે ઓછામાં ઓછી ₹1,000 કરોડની સંપત્તિ છે. આ તમામ અમીરોની કુલ સંપત્તિ ગત વર્ષની સરખામણીએ 12.8% વધીને ₹187.5 લાખ કરોડ ($1.96 ટ્રિલિયન) થઈ ગઈ છે, જે ભારતની જીડીપીના આશરે અડધા ભાગ જેટલી છે. ભારતમાં હવે રૅકોર્ડ 391 ડૉલર-બિલિયોનેર્સ છે, જેમાં છેલ્લા એક વર્ષમાં જ 27 નવા બિલિયોનેર્સ ઉમેરાયા છે.

ADVERTISEMENT
એલએન મિત્તલ: આર્સેલર-મિત્તલના એલએન મિત્તલ અને તેમનો પરિવાર 8 સ્થાનની છલાંગ લગાવીને ₹3.39 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેમની સંપત્તિમાં 93% નો જંગી વધારો થયો છે.
ADVERTISEMENT
અનિલ અગ્રવાલ: વેદાંત રિસોર્સિસના અનિલ અગ્રવાલ અને તેમનો પરિવાર સંપત્તિમાં 87% ના વધારા સાથે ₹2.08 લાખ કરોડ મેળવીને 9મા સ્થાને પહોંચ્યો છે.
સમીર મહેતા: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને પરિવાર JB કેમિકલ્સ સાથેના મર્જર બાદ 52% ના વધારા સાથે ₹1.89 લાખ કરોડની સંપત્તિ સાથે 10મા ક્રમે પહોંચી ગયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટેકનોલોજી સેક્ટરમાંથી પ્રથમ વખત ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને AI ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોએ આ યાદીમાં જગ્યા બનાવી છે. બેંગલુરુની QpiAi ના નાગેન્દ્ર નાગરાજા ₹1,700 કરોડની સંપત્તિ સાથે યાદીમાં સામેલ થનારા દેશના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એન્ટરપ્રિન્યોર બન્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાંથી 19 અમીરોએ સ્થાન મેળવ્યું છે, જેમની કુલ સંપત્તિ ₹3.07 લાખ કરોડ છે. આ પૈકી 15 લોકો નવી એન્ટ્રી ધરાવે છે. 28 વર્ષીય તનાય કોઠારી અને સહજ ગર્ગ તેમની AI કંપની 'વિસ્પર ફ્લો' (Wispr Flow) સાથે સ્થાન પામ્યા છે, જેમાં દરેકની સંપત્તિ ₹4,200 કરોડ છે.
યાદીમાં સામેલ સૌથી વધુ અમીરો મુંબઈ (465) માં વસે છે, ત્યારબાદ નવી દિલ્હી (236) અને બેંગલુરુ (129) નો નંબર આવે છે. એકલા મુંબઈમાં 93 ડૉલર-બિલિયોનેર્સ રહે છે. આ યાદીમાં રૅકોર્ડ 1,266 એવા ઉદ્યોગસાહસિકો (70%) છે જેમણે પોતાની મહેનતથી સિદ્ધિ મેળવી છે (Self-made). સૌથી નાની વયના ધનિક તરીકે 'જેપ્ટો' (Zepto) ના 23 વર્ષીય કૈવલ્ય વોહરા અને 24 વર્ષીય આદિત પાલિચા ટોચ પર છે.
યાદીમાં 131 મહિલાઓ સ્થાન પામી છે, જેમાં 33 મહિલાઓ ડૉલર-બિલિયોનેર છે. HCL ના રોશની નાડર મલ્હોત્રા ₹2.79 લાખ કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી અમીર મહિલા તરીકે પાંચમા ક્રમે છે. જ્યારે 'એરિસ્ટા નેટવર્ક્સ' ની જયશ્રી ઉલ્લાલ ₹77,400 કરોડ સાથે સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા બની છે.
સંકળાયેલા મુદ્દાઓ