ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં લોનના નામે ઠગાઈ કરતી યુવતીઓ ઝડપાઈ, આખી ગેંગનો થયો પર્દાફાશ
Last Updated: 09:18 PM, 23 September 2026
ADVERTISEMENT
અમદાવાદના હંસપુરામાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. બે યુવતી સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓ અમેરિકન નાગરિકોના લોનના નામે ઠગાઈ કરતા હતા.. પોલીસે 7 લેપટોપ અને 8 મોબાઈલ સહિત 2.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.. કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ ઠગાઈ નો ભોગ બન્યા બાદ તેને ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું.
ADVERTISEMENT
2 યુવતીઓ સહિત 7 આરોપીઓની ધરપકડ
અમદાવાદના હંસપુરા વિસ્તારમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર નરોડા પોલીસે રેડ કરીને 7 આરોપીઓ જીગ્નેશ ઝાલાહર,દેવાંગ સપકાલ, સુશીલ તોમર, દેવ વૈષ્ણવ, ઇમ્તીહેન ચાર્મ્યાડ, પ્રીતિ પટેલ અને વૈશાલી વેધાની ધરપકડ કરી છે.. નરોડા પોલીસને બાતમી મળી હતી કે સાહિત્ય આર્કેડના પ્રથમ માળે આવેલી દુકાનમાં જીગ્નેશ ઝાલાહર નામનો યુવક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો છે..જે બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી..આરોપીઓ અમેરિકન નાગરિકોના ઈ-મેલ ડેટાનો ઉપયોગ કરીને બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરાવવાની લાલચ સાથે સ્ક્રિપ્ટેડ મેસેજ મોકલવામાં આવતા હતા.
ADVERTISEMENT
લોન સેટલમેન્ટના નામે ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લેતો
કોઈ વ્યક્તિ મેસેજનો રિપ્લાય આપે તો મુખ્ય આરોપી જીગ્નેશ તેની સાથે વાતચીત કરતો હતો અને લોન સેટલમેન્ટના નામે ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લેતો હતો. અને અલગ-અલગ વેન્ડર મારફતે અમેરિકન નાગરિકોના ખાતામાંથી નાણાં મેળવતો હતો..જેમાંથી 50 ટકા જેટલી રકમ જીગ્નેશના ક્રિપ્ટો વોલેટમાં બીટકોઈન માં મેળવતો હતો ત્યાર બાદ ટેલિગ્રામ ગ્રુપ મારફતે બીટકોઈનને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરી આંગડિયા મારફતે રૂપિયા મેળવવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ADVERTISEMENT
કોણ છે માસ્ટરમાઈન્ડ?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ જીગ્નેશ ઝાલાહર છે .. જે સૈજપુરનો રહેવાસી છે.. અને દિલ્હી બેગ્લોરમાં કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યો છે.. 6 મહિના પહેલા આરોપીએ ડેટા એન્ટ્રીનું કામ શરૂ કર્યું હતું...પરંતુ તેની સાથે છેતરપીંડી થતા કામ બંધ કરી દીધું હતું..અને પૈસા કમાવવા બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતું.. જીગ્નેશ એ અન્ય આરોપીઓને આશરે 10 હજાર રૂપિયાના માસિક પગાર પર નોકરીએ રાખ્યા હતા..આરોપી ટેલિગ્રામ મારફતે લીડ મેળવતો હતો અને અંદાજે 10 લાખ લોકોને બલ્ક મેસેજ કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું..અત્યાર સુધીમાં 200થી વધુ લોકો ભોગ બન્યા હોવાની અને આશરે 38 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો
સાત લેપટોપ અને આઠ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
ADVERTISEMENT
હંસપુરામાં ઝડપાયેલા આ ફેક કોલ સેન્ટરમાંથી પોલીસએ આરોપીની ધરપકડ કરીને સાત લેપટોપ અને આઠ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે... નરોડા પોલીસ ટેલિગ્રામ ગ્રુપ, ક્રિપ્ટો વોલેટ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે... આ ઉપરાંત સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અમેરિકન નાગરિકો પાસેથી કેટલી રકમ પડાવવામાં આવી છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો