ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કઈ તિથિએ કરવું પિતૃઓનું શ્રાદ્ધ? નોંધ કરી લો પૂજન વિધિ, તર્પણ નિયમો અને તિથિઓનું સમગ્ર લિસ્ટ

photo-story

7 ફોટો ગેલેરી

પિતૃપક્ષ 2026 / કઈ તિથિએ કરવું પિતૃઓનું શ્રાદ્ધ? નોંધ કરી લો પૂજન વિધિ, તર્પણ નિયમો અને તિથિઓનું સમગ્ર લિસ્ટ

Last Updated: 04:53 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 માં પિતૃપક્ષની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થઈ રહી છે, જે 10 ઓક્ટોબરે સર્વપિત્રી અમાસ સાથે સંપન્ન થશે. જોકે 26 સપ્ટેમ્બરના રોજ પૂનમનું શ્રાદ્ધ યોજાશે, જેના કારણે તિથિઓને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.

1/7

photoStories-logo

1. કઈ તિથિએ કરવું પિતૃઓનું શ્રાદ્ધ? નોંધ કરી લો પૂજન વિધિ, તર્પણ નિયમો અને તિથિઓનું સમગ્ર લિસ્ટ

સનાતન ધર્મમાં પિતૃપક્ષ (શ્રાદ્ધ પક્ષ) નો સમયગાળો પૂર્વજો પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન પરિવારના દિવંગત પૂર્વજોની મૃત્યુ તિથિ અનુસાર શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા છે. વર્ષ 2026 માં મુખ્ય પિતૃપક્ષની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે અને 10 ઓક્ટોબરે સર્વપિત્રી અમાસ સાથે તેની પૂર્ણાહુતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તારીખ અંગે શા માટે છે મૂંઝવણ?

આ વખતે 26 સપ્ટેમ્બર, શનિવારના રોજ 'પૂનમનું શ્રાદ્ધ' (પૂર્ણિમા શ્રાદ્ધ) કરવામાં આવશે. જે પૂર્વજોનું અવસાન પૂર્ણિમા તિથિએ થયું હોય, તેમનું શ્રાદ્ધ આ દિવસે થાય છે. ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી એકમ (પ્રતિપદા) શ્રાદ્ધ સાથે મુખ્ય પિતૃપક્ષની તિથિઓ શરૂ થશે, તેથી સામાન્ય રીતે 27 સપ્ટેમ્બરને પિતૃપક્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પિતૃપક્ષ 2026 ની પ્રમુખ શ્રાદ્ધ તિથિઓનું કેલેન્ડર

26 સપ્ટેમ્બર — પૂર્ણિમા શ્રાદ્ધ (પૂનમ), 27 સપ્ટેમ્બર — એકમ શ્રાદ્ધ (પ્રતિપદા - પિતૃપક્ષનો પ્રારંભ), 28 સપ્ટેમ્બર — બીજ શ્રાદ્ધ (દ્વિતીયા), 29 સપ્ટેમ્બર — ત્રીજ શ્રાદ્ધ (તૃતીયા) અને મહાભરણી શ્રાદ્ધ, 30 સપ્ટેમ્બર — ચોથ અને પાંચમ શ્રાદ્ધ (ચતુર્થી અને પંચમી એક જ દિવસે), 1 ઓક્ટોબર — છઠ્ઠ શ્રાદ્ધ (ષષ્ઠી), 2 ઓક્ટોબર — સાતમ શ્રાદ્ધ (સપ્તમી), 3 ઓક્ટોબર — આઠમ શ્રાદ્ધ (અષ્ટમી), 4 ઓક્ટોબર — નોમ શ્રાદ્ધ (નવમી - માતૃ શ્રાદ્ધ), 5 ઓક્ટોબર — દસમ શ્રાદ્ધ (દશમી), 6 ઓક્ટોબર — અગિયારસ શ્રાદ્ધ (એકાદશી), 7 ઓક્ટોબર — બારસ શ્રાદ્ધ (દ્વાદશી) અને મઘા શ્રાદ્ધ, 8 ઓક્ટોબર — તેરસ શ્રાદ્ધ (ત્રયોદશી), 9 ઓક્ટોબર — ચૌદસ શ્રાદ્ધ (ચતુર્દશી), 10 ઓક્ટોબર — સર્વપિત્રી અમાસ (અમાવાસ્યા - પિતૃપક્ષ સમાપન). વિશેષ નોંધ: આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ ચોથ અને પાંચમ બંને તિથિનું શ્રાદ્ધ એક જ દિવસે આવશે. જ્યારે 29 સપ્ટેમ્બરે મહાભરણી અને 7 ઓક્ટોબરે મઘા શ્રાદ્ધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મૃત્યુ તિથિનું મહત્ત્વ અને જો તિથિ યાદ ન હોય તો શું કરવું?

શ્રાદ્ધ માટે અંગ્રેજી તારીખ નહીં પરંતુ હિન્દુ પંચાંગની તિથિ ધ્યાને લેવાય છે. જે તિથિએ પૂર્વજનું નિધન થયું હોય, તે જ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવું શાસ્ત્રોક્ત છે. પરંતુ જો કોઈ કારણોસર પૂર્વજની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા તો નિર્ધારિત તિથિએ શ્રાદ્ધ થઈ શક્યું ન હોય, તો તેમના માટે 10 ઓક્ટોબરે આવતી 'સર્વપિત્રી અમાસ' (મહાલય અમાસ) ના દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તર્પણ અને દાન

તર્પણમાં મુખ્યત્વે જળ, કાળા તલ અને કુશનો ઉપયોગ થાય છે. આ દિવસોમાં બ્રાહ્મણ ભોજન, દક્ષિણા તેમજ ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શ્રાદ્ધનો યોગ્ય સમય

શ્રાદ્ધ કર્મ માટે દિવસનો 'મધ્યાહન કાળ' (બપોરનો સમય) સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જોકે, સ્થાનિક પંચાંગ મુજબ સમય જોઈને પૂજન કરવું હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. નિયમો અને સાત્વિકતા

આ દિવસોમાં ઘરમાં સાત્વિક વાતાવરણ રાખવું, સાત્વિક ભોજન લેવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ઘણા પરિવારો આ દિવસોમાં દઢી-વાળ કપાવવા કે નવા મંગળ કાર્યો કરવાથી દૂર રહે છે. શ્રાદ્ધના દિવસે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી અનિવાર્ય છે. 10 ઓક્ટોબરે સર્વપિત્રી અમાસ સાથે પિતૃપક્ષની પૂર્ણાહુતિ થશે, અને તેના આગલા દિવસથી શારદીય નવરાત્રિ મહોત્સવનો શુભારંભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ShraddhaPaksha PitruPaksha2026 PitruTarpan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ