ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ વર્ષે કેન્દ્રીય કર્મીઓને એડવાન્સમાં જ સેલરી મળી જશે, સરકારનું એલાન, જુઓ ક્યારે?

બિઝનેસ / આ વર્ષે કેન્દ્રીય કર્મીઓને એડવાન્સમાં જ સેલરી મળી જશે, સરકારનું એલાન, જુઓ ક્યારે?

Published By: Pravin Joshi

Last Updated: 12:41 AM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિનાના અંતમાં સતત 5 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

સપ્ટેમ્બર મહિનાના અંતમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે તેના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. 26 સપ્ટેમ્બરથી મહિનાના અંત સુધી સતત 5 દિવસ બેંકો બંધ રહેવાના એંધાણ છે. આ પરિસ્થિતિમાં કર્મચારીઓને નાણાકીય કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે નાણા મંત્રાલયે સપ્ટેમ્બર મહિનાનો પગાર અને પેન્શન નિર્ધારિત સમય કરતા વહેલા, એટલે કે 25 સપ્ટેમ્બર 2026 ના રોજ જ ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો છે.

money-simple

સતત 5 દિવસ શા માટે બંધ રહેશે બેંકો?

મહિનાના અંતમાં રજાઓ અને હડતાલનું એકસાથે જોડાણ થઈ રહ્યું છે:

  • 26 સપ્ટેમ્બર: ચોથો શનિવાર (બેંક રજા)
  • 27 સપ્ટેમ્બર: રવિવાર (સાપ્તાહિક રજા)
  • 28 થી 30 સપ્ટેમ્બર: બેંક કર્મચારી સંગઠનો દ્વારા રાષ્ટ્રવ્યાપી 3 દિવસની હડતાલનું આહ્વાન

આ 5 દિવસની ‘બેંક બંધ’ ના કારણે પગાર અને અન્ય નાણાકીય લેવડદેવડ અટકી ન પડે તે હેતુથી સરકારે સમયસર પગાર ચૂકવવાનો મોટો આદેશ આપ્યો છે.

money-simple-2

કોને-કોને મળશે આ વહેલા પગારનો લાભ?

નાણા મંત્રાલયના કાર્યાલય જ્ઞાપન મુજબ આ નિર્ણય નીચે મુજબના તમામ વર્ગોને લાગુ પડશે. કેન્દ્ર સરકારના તમામ નિયમિત કર્મચારીઓ, સંરક્ષણ (Defence), ટપાલ (Postal) અને દુરસંચાર (Telecom) વિભાગના કર્મચારીઓ અને પેન્શનરો, કેન્દ્ર સરકાર હેઠળના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મજૂરો અને ઔદ્યોગિક કર્મચારીઓને લાગૂ પડશે.

દેશના લાખો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો

તમામ પે એન્ડ એકાઉન્ટ ઓફિસ (PAO) અને બેંકોને 25 સપ્ટેમ્બરના રોજ જ તમામ રકમ રિલીઝ કરી દેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.

અગ્રિમ ચૂકવણી તરીકે ગણાશે રકમ

નાણા મંત્રાલયની સ્પષ્ટતા મુજબ, 25 સપ્ટેમ્બરના રોજ જમા થનારી રકમ ટેકનિકલ રીતે 'એડવાન્સ પેમેન્ટ' ગણાશે. મહિનાના અંતે પગાર અને ભથ્થાંની આખરી ગણતરી કરતી વખતે જો કોઈ ફેરફાર કે એડજસ્ટમેન્ટ જરૂરી બનશે, તો તેને ઓક્ટોબર 2026 ના પગારમાં સરભર કરવામાં આવશે.

વધુ વાંચો : અમદાવાદમાં લોનના નામે ઠગાઈ કરતી યુવતીઓ ઝડપાઈ, આખી ગેંગનો થયો પર્દાફાશ

RBI અને બેંકોને ત્વરિત કાર્યવાહીની સૂચના

સપ્ટેમ્બરનો છેલ્લો સપ્તાહ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (Q2) નો ક્લોઝિંગ પિરિયડ પણ છે. જેથી સરકારી મહેસૂલ, ટેક્સ ચલણ અને અન્ય મહત્વપૂર્ણ લેવડદેવડમાં વિલંબ ન થાય, તે માટે અન્ય નાણાકીય વ્યવહારો પણ 25 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાની તાકીદ કરાઈ છે.

કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) ની લીલી ઝંડી મળ્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક (RBI) ને તમામ બેંકોની પેઇંગ શાખાઓને તાત્કાલિક સૂચિત કરવા જણાવાયું છે, જેથી 25 સપ્ટેમ્બર, શુક્રવારની સાંજ સુધીમાં દરેક પાત્ર કર્મચારી અને પેન્શનરના ખાતામાં નાણાં પહોંચી જાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SalaryUpdate GovtEmployees PensionUpdate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ