ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ના હોય..., પ્રસાદ સાથે બળદ સોનાનું મંગળસૂત્ર ગળી ગયો? તો પાછું કઇ રીતે મળ્યું, જાણીને ચોંકી જશો
Last Updated: 12:43 PM, 26 September 2026
ADVERTISEMENT
15 દિવસ બાદ જ્યારે પશુ ડોક્ટરોએ બળદના પેટનું ઓપરેશન કર્યું ત્યારે જે વસ્તુ બહાર આવી તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા. બળદના પેટમાંથી ત્રણ તોલાની આખી સોનાની ચેન સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાથી એક તરફ ખેડૂત પરિવારને મોટી રાહત મળી તો બીજી તરફ બળદના પેટમાંથી નીકળેલી અન્ય વસ્તુઓ જોઈને ડોક્ટરો પણ નવાઈ પામ્યા હતા.
ADVERTISEMENT

ઘટના મહારાષ્ટ્રના માલેગાંવ તાલુકાના વનપત ગામની છે. અહીં રહેતા ખેડૂત શિવાજી બોરસેએ બેલપોલા તહેવારના દિવસે પોતાના બંને બળદની પૂજા કરી હતી. પૂજા દરમિયાન તેમણે બંને બળદની સામે નૈવેદ્યની થાળી રાખી હતી. આ થાળીમાં પ્રસાદની સાથે ત્રણ તોલાની સોનાની ચેન એટલે કે મંગળસૂત્ર પણ રાખવામાં આવ્યું હતું. પૂજાની હડબડીમાં એક બળદે પ્રસાદની સાથે આ સોનાની ચેન પણ ગળી લીધી હતી.
ADVERTISEMENT
જોકે, શિવાજી બોરસે પાસે બે બળદ હોવાથી સૌથી મોટી મુશ્કેલી એ હતી કે બંનેમાંથી કયા બળદે સોનાની કિંમતી ચેન ગળી છે તેની તેમને ખબર નહોતી. ખેડૂત પરિવાર માટે આ સમયે ચિંતા વધી ગઈ હતી. સોનાની ચેનની કિંમત ઉપરાંત બળદના સ્વાસ્થ્યની પણ ચિંતા હતી. તેથી શિવાજી બોરસે તરત જ બંને બળદને લઈને ચાલીસગાવની સરકારી પશુ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT
હોસ્પિટલમાં પશુ ડોક્ટરોએ આધુનિક મેડિકલ ટેકનિકની મદદથી બંને બળદના એક્સ-રે કર્યા. આ તપાસ બાદ આખરે રહસ્ય પરથી પડદો ઊઠ્યો. એક્સ-રે રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે બંનેમાંથી કયા બળદના પેટમાં સોનાની ચેન ફસાયેલી છે. ત્યારબાદ ડોક્ટરોની ટીમે પાચન તંત્રમાં સોનાની ચેન કઈ જગ્યાએ ફસાયેલી છે તેની ચોક્કસ માહિતી મેળવી અને સર્જરી માટેની તૈયારી શરૂ કરી.
ADVERTISEMENT
ચેનની યોગ્ય લોકેશન મળ્યા બાદ ડોક્ટરની ટીમે ખૂબ જ સાવધાની અને કુશળતા સાથે ઓપરેશનનો પ્લાન તૈયાર કર્યો હતો. બળદને 15 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોની ટીમે બળદના પેટની જટિલ સર્જરી કરી હતી. ઓપરેશન સફળ રહ્યું અને પેટમાં ફસાયેલી ત્રણ તોલાની આખી સોનાની ચેનને કોઈ નુકસાન કર્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
સર્જરી દરમિયાન માત્ર સોનાની ચેન જ મળી આવી નહોતી. બળદના પેટમાંથી એવી કેટલીક અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી, જેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બળદના પેટમાંથી બે ટેનિસ બોલના આકારના પ્લાસ્ટિક બોલ, નાયલોનના તાર અને એક-એક રૂપિયાના બે સિક્કા પણ બહાર કાઢવામાં આવ્યા હતા. એટલે કે બળદે અગાઉ પણ કેટલીક અખાદ્ય વસ્તુઓ ગળી લીધી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્રેમાનંદ મહારાજના શિષ્યના મોતથી વૃંદાવનમાં હડકંપ, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
હાલ સર્જરી બાદ બળદની સ્થિતિ સ્થિર છે અને તે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવાયું છે. યોગ્ય સમયે તપાસ કરવામાં આવી અને ડોક્ટરોની કાબેલિયતથી જ આ જટિલ ઓપરેશન સફળ થયું હતું. આ ઘટનાથી ખેડૂત શિવાજી બોરસેને પણ મોટી રાહત મળી છે. કારણ કે એક તરફ તેમની ત્રણ તોલાની કિંમતી સોનાની ચેન પાછી મળી ગઈ અને બીજી તરફ તેમના પ્રિય બળદનો જીવ પણ બચી ગયો. બેલપોલાના દિવસે બનેલી આ અજીબોગરીબ ઘટના હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.