ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''વગર કારણોસર મારું ઘર તૂટી...'', ગોવિંદાના અફેરથી પરેશાન સુનીતાએ કાઢી ભડાશ

મનોરંજન / ''વગર કારણોસર મારું ઘર તૂટી...'', ગોવિંદાના અફેરથી પરેશાન સુનીતાએ કાઢી ભડાશ

Published By: Bijal Vyas

Last Updated: 09:03 AM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનિતા આહુજાએ ગોવિંદાના કથિત અફેરના મામલે ફરી એકવાર રિએક્શન આપ્યુ છે. તેઓ માતા કાલીના આશીર્વાદ લેવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા.

ADVERTISEMENT

ગોવિંદા ફરી એકવાર અફેરની અફવાઓને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેઓ મુંબઈના 'લાલબાગચા રાજા'ના દર્શને પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે તેમની કથિત ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકાર પણ તેમની સાથે જોવા મળી હતી.

ગોવિંદાનું નામ રાની સ્વર્ણકાર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ બંનેને સૌપ્રથમ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેઓએ સાથે મળીને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. ગોવિંદાનાં પત્ની સુનીતા આહુજા આ બાબતે વારંવાર વાત કરી રહ્યાં છે. અગાઉ તેમણે ટિપ્પણી કરી હતી કે લોકો દગાબાજ હોઈ શકે છે. હવે તેમણે પોતાના ડગમગી રહેલા લગ્નજીવન વિશે ખુલીને વાત કરી છે.

ગોવિંદાના અફેર પર બોલી સુનીતા

શુક્રવારે દક્ષિણેશ્વર કાલી મંદિરની મુલાકાત લીધા બાદ, ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ તેમના દાંપત્ય જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ વિશે વાત કરતા કહ્યું, "મારું ઘર કોઈ પણ કારણ વગર વિખેરાઈ રહ્યું છે. મારી સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી." તેમણે મહિલાઓ અને નવી પેઢીને પોતાની પડખે ઊભા રહેવાની અપીલ કરી.

આ પણ વાંચોઃ દેશી લુક અને ઢોલના તાલે ડાન્સ: રીતેશ-જેનિલીયાએ પરિવાર સાથે ધામધૂમથી ઉજવ્યો વિસર્જન ઉત્સવ

રાની સાથે અફેર પર શું બોલ્યા ગોવિંદા?

નોંધનીય છે કે, ગોવિંદાએ રાની સાથે 'લાલબાગચા રાજા'ની મુલાકાત લેવાનું કારણ કામ સંબંધિત હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે રાની સાથેના તેમના સંબંધો વ્યાવસાયિક છે અને તેઓ ત્યાં પોતાની નવી ફિલ્મ 'રૂપા' માટે આશીર્વાદ લેવા ગયા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે ફિલ્મ માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની આ કોઈ પ્રથમ ઘટના નહોતી; અગાઉ પણ તેઓ પોતાની કો-એક્ટ્રેલની સાથે આવા સ્થળોએ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

her house is being broken sunita ahuja govinda affair

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ