ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'જનતાના મનમાંથી ભ્રમ દૂર કરવો જરૂરી', NDAના સાથી પક્ષોએ ચૂંટણી પંચ પાસે માંગી સ્પષ્ટતા

નેશનલ / 'જનતાના મનમાંથી ભ્રમ દૂર કરવો જરૂરી', NDAના સાથી પક્ષોએ ચૂંટણી પંચ પાસે માંગી સ્પષ્ટતા

Published By: Pravin Joshi

Last Updated: 11:57 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચમાં કથિત આંતરિક મતભેદોને લઈને હવે વિપક્ષ બાદ એનડીએ (NDA) ના સહયોગી પક્ષોએ પણ અવાજ ઉઠાવ્યો છે.

ADVERTISEMENT

ચૂંટણી પંચની અંદર વ્યાપ્ત કથિત મતભેદો અને મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગે સતત ઘેરાઈ રહેલા વિવાદ વચ્ચે હવે વિપક્ષ ઉપરાંત કેન્દ્રની સત્તાધારી એનડીએ (NDA) ના 3 મુખ્ય સહયોગી પક્ષોએ પણ સવાલો ઉઠાવ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રાષ્ટ્રીય લોક મોરચા (RLM) ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના લોકસભા ફ્લોર લીડર લાવૂ શ્રીકૃષ્ણ દેવરાયાલુએ ચૂંટણી પંચને આ મુદ્દે વહેલી તકે સ્થિતિ સ્પષ્ટ કરવા અને લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અપીલ કરી છે.

ELECTION-COMMISSION-1

શું છે સમગ્ર વિવાદ?

અંગ્રેજી અખબાર 'ઈન્ડિયન એક્સપ્રેસ' ના એક ચોંકાવનારા રિપોર્ટ બાદ આ રાજકીય વિવાદ ચગ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત તે નિર્ણયો અને આદેશો પર સત્તાવાર વાંધો વ્યક્ત કર્યો હતો, જે તેમની જાણકારી કે ભલામણ વિના જાહેર કરવામાં આવ્યા હતા.

ચૂંટણી કમિશનરોનો વાંધો મુખ્યત્વે વોટર રજીસ્ટ્રેશન ફોર્મ 6 માં ફેરફાર, વોટર લિસ્ટમાં નામ ઉમેરવા અને હટાવવાની પ્રક્રિયા, વોટર લિસ્ટ ડેટાબેઝ પર સેન્ટ્રલાઇઝ્ડ કન્ટ્રોલ (કેન્દ્રીય નિયંત્રણ) છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવાની, તેમની સામે મહાભિયોગ લાવવાની અને SIR પ્રક્રિયા રોકવાની માંગ કરી છે.

લોકશાહી માટે જનતાનો વિશ્વાસ જરૂરી - ચિરાગ પાસવાન

કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા મંત્રી ચિરાગ પાસવાને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું સરકારના ભાગરૂપે કોઈ બંધારણીય સંસ્થાનો બચાવ કરવા નથી માંગતો કે ન તો હું વિપક્ષના રાજકીય આરોપોથી ચિંતિત છું. પરંતુ જો ચૂંટણી પ્રણાલી પરથી જનતાનો વિશ્વાસ ઉઠવા લાગશે, તો તે લોકશાહી માટે શુભ સંકેત નથી. તેથી ચૂંટણી પંચે જનતાના મનમાં ઉભા થયેલા સંશયો અને ભ્રમ દૂર કરવા માટે મજબૂત સ્પષ્ટતા આપવી જોઈએ."

ઉપેન્દ્ર કુશવાહા અને TDP એ પણ પારદર્શિતાની માંગ કરી

આરએલએમ (RLM) ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચને ટેગ કરીને લખ્યું કે, SIR અંગેના વિવાદથી જનતામાં ભારે ભ્રમ ઉભો થયો છે. ચૂંટણી પંચે તાત્કાલિક સાચી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા જાહેર કરવી જોઈએ.

બીજી તરફ, તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના નેતા લાવૂ શ્રીકૃષ્ણ દેવરાયાલુએ જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં SIR પ્રક્રિયા પારદર્શી રીતે પૂરી થઈ છે, પરંતુ જ્યારે કોઈ બંધારણીય સંસ્થા પર પ્રશ્નો ઉઠાવવામાં આવે, ત્યારે યોગ્ય સ્પષ્ટતા આપવી અને પારદર્શિતા જાળવવી એ જ લોકશાહીમાં જનતાના વિશ્વાસને મજબૂત કરે છે.

આ પણ વાંચોઃ નેશનલ / OBC છાત્રોને અત્યારે નહી મળે ક્રીમી લેયર વાળા નિર્ણયનો લાભ, વિલંબનું કારણ જાણો

ચૂંટણી પંચ અને ભાજપની સત્તાવાર પ્રતિક્રિયા

આ તમામ દાવાઓ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, પંચના સભ્યો વચ્ચે જુદા જુદા વિચારો હોવા એ કોઈ વિવાદ નથી પરંતુ ચર્ચાનો એક સામાન્ય ભાગ છે. SIR સંબંધિત નિર્ણયો સહિતના તમામ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે. આ સાથે સત્તાધારી પક્ષ ભાજપે (BJP) પણ આ વિવાદને બહુ મહત્વ ન આપતા કહ્યું હતું કે, કોઈ પણ સત્તાવાર વાટાઘાટોમાં વિચારોની આપ-લે થવી એ એક "સ્વસ્થ લોકશાહી" ની નિશાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GyaneshKumar ElectionCommission CEC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ