ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન ચાલકો ચેતી જજો! અમદાવાદમાં નંબર પ્લેટ વગર દોડતી ગાડીઓ પર હવે તવાઈ

અભિયાન / વાહન ચાલકો ચેતી જજો! અમદાવાદમાં નંબર પ્લેટ વગર દોડતી ગાડીઓ પર હવે તવાઈ

Published By: Hiralal Parmar

Last Updated: 02:16 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવના પગલે હવે નંબર પ્લેટ વગર અથવા નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ લગાવીને ફરતાં વાહનો સામે કાર્યવાહીનો મુદ્દો વધુ કડક બન્યો છે.

ADVERTISEMENT

અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવના પગલે હવે નંબર પ્લેટ વગર અથવા નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ લગાવીને ફરતાં વાહનો સામે કાર્યવાહીનો મુદ્દો વધુ કડક બન્યો છે. ખાસ કરીને આગળ-પાછળ બંને તરફ નંબર પ્લેટ ન હોય તેવાં વાહનો ટ્રાફિક પોલીસના રડાર પર છે. શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ ચાલી રહી હોવાથી હવે વાહનચાલકોમાં પણ ચેકિંગને લઈને સતર્કતા વધી છે. ખાસ કરીને કાર ખરીદ્યા બાદ નંબર પ્લેટ લગાવવાની પ્રક્રિયા પૂર્ણ ન કરનારા લોકો માટે આ ડ્રાઈવ મહત્ત્વની બની છે.

ત્રણ દિવસમાં 200થી વધુ વાહનો જપ્ત

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસની ખાસ ડ્રાઇવ દરમિયાન બે બીએમડબલ્યુ કાર સહિત કુલ 200થી વધુ વાહન ડિટેઈન કરી રૂ. ૨.૨૫ લાખથી વધુ દંડ વસૂલાયો છે. આ કાર્યવાહીમાં નંબર પ્લેટ વગરનાં મોંઘાં વાહનો પણ પોલીસની નજરથી બચી શક્યાં નહોતાં. નંબર પ્લેટ વગર, અસ્પષ્ટ નંબર પ્લેટ અથવા નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ લગાવીને વાહન ચલાવનાર સામે ટ્રાફિક નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. શહેરમાં ટ્રાફિક નિયમોના અમલ માટે ચાલી રહેલી ડ્રાઇવમાં વાહનની નંબર પ્લેટ પણ ચેકિંગનો મહત્ત્વનો મુદ્દો છે. નંબર પ્લેટ વગરનું વાહન રસ્તા પર દોડાવવું હવે માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નહીં, પરંતુ ચેકિંગ દરમિયાન વાહન ડિટેઈન થવા સુધીની કાર્યવાહીનું કારણ બની શકે છે. ખાસ કરીને નવી કે મોંઘી કારમાં પણ નંબર પ્લેટ ન લગાવનાર વાહનચાલકો માટે આ કાર્યવાહી ચેતવણીરૂપ બની છે.

લોકો નંબર પ્લેટ વગરના વાહનો દોડાવતા હોય છે

નવી કાર ખરીદ્યા બાદ નંબર પ્લેટ લગાવવાની પ્રક્રિયા બાકી હોવાના કારણે કેટલાક લોકો નંબર પ્લેટ વગર વાહન રસ્તા પર દોડાવતા હોય છે, પરંતુ વાહનને કાયદેસર રીતે રસ્તા પર ચલાવવા માટે જરૂરી રજિસ્ટ્રેશન અને નંબર પ્લેટ સંબંધિત નિયમોનું પાલન કરવું પડે છે.

વધુ વાંચો : મારવાડી યુનિવર્સિટી આપઘાત : વિધાર્થીઓ પર પોલીસે કર્યો બળપ્રયોગ, અનેક ઘાયલ, મીડિયા કર્મીઓને માર્યા ધક્કા

ડિટેઈન બાદ વાહન છોડાવવા કાર્યવાહી

નિયમના ભંગ બદલ વાહન ડિટેઈન થાય તો વાહનચાલકે સંબંધિત દંડ ભરવાની સાથે વાહનના દસ્તાવેજો અને નંબર પ્લેટ સંબંધિત ખામી દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડી શકે છે. માત્ર દંડ ભરીને વાહન ચલાવવાનું નહીં, ખામી સુધારવી પણ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ