ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / SVP હોસ્પિટલમાં સફાઈ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સામે તપાસ, રાત્રિના સરપ્રાઈઝ ચેકિંગમાં સ્ટાફ ગેરહાજર મળ્યો

અમદાવાદ / SVP હોસ્પિટલમાં સફાઈ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સામે તપાસ, રાત્રિના સરપ્રાઈઝ ચેકિંગમાં સ્ટાફ ગેરહાજર મળ્યો

Published By: Vishal Khamar

Last Updated: 02:54 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SVP હોસ્પિટલમાં હાઉસકીપિંગ સ્ટાફની હાજરી અંગે સરપ્રાઈઝ ચેકિંગ બાદ કોન્ટ્રાક્ટ, બિલિંગ, પેનલ્ટી અને જવાબદારી અંગે તપાસ હાથ ધરાઈ.

ADVERTISEMENT

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં સફાઈ અને હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટને લઈને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. હોસ્પિટલમાં સફાઈની સ્થિતિ અને કોન્ટ્રાક્ટ મુજબના સ્ટાફની હાજરી અંગે ફરિયાદો બાદ તંત્ર દ્વારા રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન કાગળ પર દર્શાવાયેલા સ્ટાફની સંખ્યા અને સ્થળ પર વાસ્તવિક હાજરી વચ્ચે તફાવત જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે. કોન્ટ્રાક્ટ મુજબના સ્ટાફ કરતાં ઓછા કર્મચારીઓથી કામગીરી કરાવી પૂરા સ્ટાફના આધારે બિલ રજૂ કરવામાં આવ્યાં હતાંંં કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે. આ મામલે કોન્ટ્રાક્ટર ઉપરાંત સંબંધિત અધિકારીઓની ભૂમિકા પણ તપાસાઈ શકે છે.

હાઉસકીપિંગ કામગીરીમાં ખામી બદલ અગાઉ ખાનગી એજન્સીઓ સામે નાણાકીય પેનલ્ટી કરવામાં આવી હોવાનું તંત્રના જણાવ્યા મુજબ સામે આવ્યું છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ જેવી એજન્સી પર કામગીરીની ક્ષતિ બદલ મહિને આશરે રૂ.૧૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી હોવાની માહિતી છે.

હાલની તપાસના આધારે સંબંધિત એજન્સીને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગવાની તજવીજ છે. જવાબ અને તપાસનાંં તારણો બાદ આગળની કાર્યવાહી નક્કી થશે.

હવે નવા ટેન્ડરમાં કડક શરતો

ભવિષ્યના હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટમાં ગુણવત્તા જળવાય તે માટે વાર્ષિક ટર્નઓવર અને હોસ્પિટલ સફાઈના અનુભવ જેવા માપદંડો કડક બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, દર્દીઓ અને તેમના સ્વજનો ગંદકીની તસવીર સાથે ફરિયાદ કરી શકે તે માટે ક્યૂઆર કોડ આધારિત ફરિયાદ વ્યવસ્થા અમલી બનાવવાની તૈયારી છે.

નોટિસ અને પેનલ્ટી છતાં કામગીરીમાં સુધારો નહીં થાય તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી થઈ શકે છે. તપાસમાં જવાબદારી નક્કી થયા બાદ કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં તે હવે મહત્ત્વનું રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો, કુલ 496માંથી 37% કેસ બાળકોમાં; છેલ્લા 20 દિવસમાં 183 નવા કેસ, 8 વર્ષના બાળકનું મો*ત

સફાઈ મામલે કેટલાક પ્રશ્નો ઊભા થયા

- સરપ્રાઈઝ ચેકિંગમાં સ્ટાફની હાજરી અંગે ગેરરીતિના આક્ષેપ.

- કાગળ પરના અને વાસ્તવિક સ્ટાફમાં તફાવત.

- અગાઉ એજન્સીઓ સામે નાણાકીય પેનલ્ટી.

- વિશ્વા એન્ટરપ્રાઇઝ પર રૂ.૧૦ લાખ સુધીની માસિક પેનલ્ટીની માહિતી.

- કારણદર્શક નોટિસની તજવીજ.

- નવા ટેન્ડરમાં કડક લાયકાતના માપદંડ.

- ક્યૂઆર કોડ આધારિત ફરિયાદ વ્યવસ્થા.

- સુધારો નહીં થાય તો બ્લેકલિસ્ટની કાર્યવાહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation Housekeeping Contract SVP Hospital

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ