ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો, કુલ 496માંથી 37% કેસ બાળકોમાં; છેલ્લા 20 દિવસમાં 183 નવા કેસ, 8 વર્ષના બાળકનું મો*ત
Last Updated: 02:46 PM, 25 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યુના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આંકડા મુજબ ૧ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના નોંધાયેલા કુલ ૪૯૬ કેસમાંથી ૧૮૩ કેસ ૦થી ૧૪ વર્ષની વયનાં બાળકોના છે, જે કુલ કેસના આશરે ૩૭ ટકા થાય છે. આ દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળકનું ડેન્ગ્યુના કારણે મોત પણ થયું છે.
ADVERTISEMENT
છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના કેસમાં થયેલા વધારાના પગલે નિષ્ણાતોએ બાળકોમાં મચ્છરજન્ય રોગોનું જોખમ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. શાળા તથા અન્ય બહારની પ્રવૃત્તિઓ દરમિયાન બાળકો મચ્છરના સંપર્કમાં વધુ આવતાં હોવાથી તેઓ ડેન્ગ્યુની ઝપટમાં આવવાની શક્યતા વધી રહી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
આગામી એક-બે મહિનામાં કેસ વધવાની ભીતિ
ADVERTISEMENT
એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના કેસમાં તીવ્ર વધારો થયો છે અને આગામી એક-બે મહિનામાં કેસ વધુ વધી શકે છે. વાઈરલ તાવના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ડેન્ગ્યુનું જોખમ વધુ રહે છે.
બાળકોમાં કેસ વધ્યા, પરંતુ ગંભીરતા અંગે હાલ ચિંતા નહીં
ADVERTISEMENT
શહેરના બાળરોગ નિષ્ણાત ડો. મનીષ મહેતાએ જણાવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીએ ડેન્ગ્યુના કેસ ચોક્કસપણે વધ્યા છે, જોકે હાલ રોગની ગંભીરતા અંગે ચિંતા કરવાની સ્થિતિ નથી. તેમણે બાળકોને આખી બાંયનાં કપડાં પહેરાવવા અને મચ્છરથી બચાવનાર ક્રીમનો ઉપયોગ કરવા સલાહ આપી હતી.
સ્વાઈન ફ્લૂ બાદ બે બાળકોને ડેન્ગ્યુ થયો
ADVERTISEMENT
બાળરોગ નિષ્ણાતો જણાવે છે કે તેમની પાસે એવા બે કેસ નોંધાયા છે, જેમાં બાળકોને પહેલાં સ્વાઇન ફ્લૂ થયો હતો. ત્યાર બાદ તેઓ ડેન્ગ્યુથી સંક્રમિત થયાં હતાં. ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ હાલ પ્રમાણમાં ઓછું છે, પરંતુ આ દિવસોમાં તાવના કુલ કેસોમાં ડેન્ગ્યુનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ GIFT સિટીમાં નવી બિઝનેસ એકોમોડેશન પોલિસી, હવે બેચલર્સને પણ રૂમ ભાડે મળશે
ADVERTISEMENT
બાળકોમાં ડેન્ગ્યુના કેસ
૧ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી
ADVERTISEMENT
વયજૂથ કેસ
૦–૧ વર્ષ ૦
૧–૪ વર્ષ ૪૦
૫–૮ વર્ષ ૫૫
૯–૧૪ વર્ષ ૮૮
કુલ ૧૮૩
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો