ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GIFT સિટીમાં નવી બિઝનેસ એકોમોડેશન પોલિસી, હવે બેચલર્સને પણ રૂમ ભાડે મળશે

અમદાવાદ / GIFT સિટીમાં નવી બિઝનેસ એકોમોડેશન પોલિસી, હવે બેચલર્સને પણ રૂમ ભાડે મળશે

Published By: Vishal Khamar

Last Updated: 02:39 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GIFT Cityમાં બેચલર્સ અને સિંગલ પ્રોફેશનલ્સ માટે નવી Business Accommodation Policyની તૈયારી. પ્રોફેશનલી મેનેજ્ડ સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સમાં ટૂંકા અને મધ્યમ ગાળાના રોકાણની સુવિધા મળશે.

ADVERTISEMENT

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ-ટેક (ગિફ્ટ) સિટી ખાતે કામ કરતા કે અભ્યાસ કરતા બેચલર્સ અને સિંગલ પ્રોફેશનલ્સને રહેઠાણ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે નવી ‘બિઝનેસ એકોમોડેશન પોલિસી’ લાવવાની તૈયારી ચાલી રહી છે. ગિફ્ટ સિટી સત્તાવાળાઓ એવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે, જેમાં નોકરી, બિઝનેસ, તાલીમ, અભ્યાસ અથવા સરકારી કામગીરી માટે થોડા સમય માટે રહેતા લોકોને વ્યવસ્થિત અને નિયંત્રિત રહેઠાણ મળી રહે.

ગિફ્ટ સિટીમાં ઓછામાં ઓછા 2500 લોકો કામ કરે છે, જેમાં મોટી સંખ્યામાં સિંગલ પ્રોફેશનલ્સ અને અન્ય સ્થળેથી આવેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. રહેઠાણની મુશ્કેલીને કારણે કેટલાક કર્મચારીઓએ અન્ય સ્થળે ટ્રાન્સફર માગી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

ગિફ્ટ સિટી સત્તાવાળાઓ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓના રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે, જેથી ગિફ્ટ સિટીની અંદરની કોઈ હાઉસિંગ સોસાયટી પોતાના બાયલોઝમાં બેચલર્સ અથવા સિંગલ ઓક્યુપન્ટને રહેઠાણ આપવાની મનાઈ ન કરી શકે.

આ પગલું એવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને વિચારાઈ રહ્યું છે, જેમાં ગિફ્ટ સિટીની બહાર આવેલી રહેણાક સોસાયટીએ પોતાના નિયમોમાં ફેરફાર કરીને પીજી અથવા સિંગલ પ્રોફેશનલ્સ માટેની રહેવાની વ્યવસ્થા બંધ કરી હતી, જેના કારણે કેટલાક કર્મચારીને ફ્લેટ ખાલી કરવાની ફરજ પડી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં અન્ય રાજ્ય અને દેશોમાંથી લોકો નોકરી માટે આવે છે અને ઘણી વખત તેમના પરિવારજનો પાછળ રહે છે. રહેઠાણની વ્યવસ્થા રોજગાર અથવા શિક્ષણ માટે અવરોધ ન બનવી જોઈએ, તે દિશામાં વ્યવસ્થા ઊભી કરવાનું લક્ષ્ય છે.

બિઝનેસ એકોમોડેશન પોલિસીમાં શું હશે?

નવી નીતિ હેઠળ હોટેલમાં ટૂંકા રોકાણ અને કાયમી ઘર વચ્ચેની જરૂરિયાતને પૂરી કરવા માટે પ્રોફેશનલી મેનેજ્ડ સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોણ રહી શકશે? પ્રોફેશનલ્સ, કર્મચારીઓ, કન્સલ્ટન્ટ્સ, તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને સરકારી કામગીરી માટે આવતા અધિકારીઓ ઉપરાંત તેમની સાથે આવતા નજીકના પરિવારજનોને પણ મંજૂરી મળી શકશે.

કયાં મકાનોમાં વ્યવસ્થા થશે? માત્ર GIFTCL દ્વારા સૂચિત ઇમારતો અને પરિસરો આ વ્યવસ્થા માટે પાત્ર રહેશે.

માલિકો સીધા ભાડે આપી શકશે નહીં: ફ્લેટના માલિકો પોતાની રીતે આ પ્રકારની વ્યવસ્થા ચલાવી શકશે નહીં. તેના માટે તેઓએ અધિકૃત પ્રોફેશનલ ઓપરેટર મારફતે જ એકોમોડેશન આપવું પડશે.

આ પણ વાંચોઃ રાજકોટ રેન્જ હેઠળ આવતા પોલીસ મથકના ડી સ્ટાફમાં ફફડાટ, IG નિર્લિપ્ત રાય એક્શનમાં

પીજી-હોમસ્ટેનો સમાવેશ નહીં: આ નીતિ સામાન્ય હોટેલ, હોસ્ટેલ, પેઇંગ ગેસ્ટ અથવા અલગ નિયમો હેઠળ ચાલતા હોમસ્ટેને લાગુ નહીં પડે. તેનો મુખ્ય હેતુ બિઝનેસ સાથે જોડાયેલા ટૂંકા અથવા મધ્યમ ગાળાના રોકાણ માટે નિયંત્રિત રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GIFT City housing for bachelors GIFT City accommodation serviced apartments in GIFT City

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ