ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 2 ઓક્ટોબરે ‘No UPI Day’, 0.4 % MDR ચાર્જના વિરોધમાં દેશભરના વેપારીઓ કાળા કપડાથી ઢાંકશે QR કોડ

નેશનલ / 2 ઓક્ટોબરે ‘No UPI Day’, 0.4 % MDR ચાર્જના વિરોધમાં દેશભરના વેપારીઓ કાળા કપડાથી ઢાંકશે QR કોડ

Published By: Nirav Kumar

Last Updated: 10:22 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 ઓક્ટોબરે દેશભરના વેપારીઓ UPI પર પ્રસ્તાવિત 0.4 ટકા MDR ચાર્જ વિરુદ્ધ ‘No UPI Day’ મનાવશે. આ વિરોધમાં લગભગ 500 સંગઠનો જોડાવાના છે અને તેઓ ડિજિટલ પેમેન્ટ સાધનોને કાળા કપડાથી ઢાંકીને વિરોધ નોંધાવશે.

ADVERTISEMENT

UPI યુઝર માટે મહત્વની વાત આવી છે. દેશભરના વેપારી અને કારોબારી સંગઠનોએ 2 ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતીના દિવસે ‘No UPI Day’ મનાવવાનો નિર્ણય લીધો છે. આ વિરોધ 15 ઓક્ટોબરથી 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર પ્રસ્તાવિત 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વિરુદ્ધ છે. વેપારીઓની માંગ છે કે આ ચાર્જ લાગુ ન થાય.

વિરોધ દરમિયાન કારોબારીઓ પોતાના UPI QR કોડ, સ્કેનર, સાઉન્ડ બોક્સ અને બીજી ડિજિટલ પેમેન્ટ સાધનોને કાળા કપડાથી ઢાંકીને વિરોધ નોંધાવશે. આ અભિયાનમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચર (MCCIA), ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન, અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ, ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન, ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન સહિત લગભગ 500થી વધુ સંગઠનો જોડાવાના છે.

MCCIAના અધ્યક્ષ રવીંદ્ર માણગાવેએ જણાવ્યું કે, દેશભરના કારોબારી સંગઠનો સાથે વાતચીત બાદ 2 ઓક્ટોબરે વિરોધનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને માંગ રજૂ કરવામાં આવશે અને કેન્દ્ર સ્તરે નાણામંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

જેમાં વેપારીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટની વધારાની કિંમતનો ભાર માત્ર કારોબારીઓ પર ન લગાવવો જોઈએ. કારણ કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર પહેલેથી જ ઓછા માર્જિન પર કામ કરે છે.

વધુ વાંચો : 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ ચૂંટણીમાં ગોટાળા કર્યાં', PCમાં રાહુલ ગાંધીના ગંભીર આરોપ

  • મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે શું?

આ તે ચાર્જ છે જે દુકાનદાર કે વેપારી ડિજિટલ પેમેન્ટની સુવિધા માટે બેંક કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવે છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી નહીં પણ વેપારી પાસેથી લેવામાં આવે છે અને તેનાથી ડિજિટલ પેમેન્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્ઝેક્શનની કિંમતની ભરપાઈ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPI transactions MDR charge No UPI Day

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ