ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:10 PM, 24 September 2026
1/5
2/5
પહેલો નિયમ છે પ્રેમને મિત્રતામાં બદલવો. ચાણક્યનું માનવું હતું કે જ્યારે પતિ-પત્ની એકબીજા સાથે મિત્રની જેમ વર્તે છે ત્યારે જ સંબંધ મજબૂત બને છે. વિશ્વાસ અને ખુલ્લા સંવાદ વગર પ્રેમ લાંબા સમય સુધી ટકી શકતો નથી. જ્યારે બંને સાથે હસે, એકબીજાનું સહારો બને અને નાના-મોટા મતભેદોને હળવાશથી લે, ત્યારે અહંકાર અને ગેરસમજ પોતાની જગ્યા ગુમાવી દે છે. આવા કપલમાં ધીરજ, આદર અને સ્થિરતા આવે છે.
ADVERTISEMENT
3/5
બીજો નિયમ છે પરસ્પર સન્માન. મજબૂત લગ્નજીવનની પાયાની ઈંટ સન્માન છે. જાહેરમાં કે ઘરમાં એકબીજાનું અપમાન કરવું સંબંધને અંદરથી તોડી નાખે છે. ચાણક્ય કહે છે કે પ્રેમ ત્યાં જ ખીલે છે જ્યાં બંને એકબીજાની ગરિમાનું રક્ષણ કરે છે. આદરભર્યા શબ્દો, પ્રામાણિક વર્તન અને એકબીજાની વાત ધ્યાનથી સાંભળવાથી વિશ્વાસ મજબૂત બને છે. આમ સન્માન પર આધારિત સંબંધો લાંબા સમય સુધી શાંત અને સ્થિર રહે છે.
4/5
ત્રીજો અને સૌથી મહત્વનો નિયમ છે પ્રામાણિકતા. ચાણક્યના મતે જૂઠાણું અને છેતરપિંડી ધીમે ધીમે સંબંધને ખોરવી નાખે છે. જ્યાં સત્ય ન હોય ત્યાં પ્રેમ સુરક્ષિત અનુભવી શકતો નથી. વિશ્વાસ એ લગ્નની મજબૂત પાયો છે અને પ્રામાણિકતા તે પાયાનું રક્ષણ કરે છે. જેમાં મુશ્કેલ સમયમાં પણ સંબંધ ત્યારે જ ટકે છે જ્યારે બંને સાથી સત્ય સાથે સુરક્ષિત અનુભવે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ