ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બાળકોમાં ટાઈપ-2 ડાયાબિટીઝ કેમ થાય છે? નવું કારણ આવ્યું સામે, આ ચીજ ખતરો વધારી દે છે

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / બાળકોમાં ટાઈપ-2 ડાયાબિટીઝ કેમ થાય છે? નવું કારણ આવ્યું સામે, આ ચીજ ખતરો વધારી દે છે

Last Updated: 05:16 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, આંતરડાના માઇક્રોબાયોમનું અસંતુલન બાળકોમાં ટાઇપ-૧ ડાયાબિટીસનું જોખમ ત્રણ ગણું વધારી શકે છે? જેમાં ઘરેલું ખોરાક અને જરૂરી સાવચેતીથી આ જોખમ ઘણી હદે ઘટાડી શકાય છે.

1/7

photoStories-logo

1. ટાઇપ-1 ડાયાબિટીસ

બાળકોમાં ટાઇપ-1 ડાયાબિટીસનું જોખમ અત્યાર સુધી મુખ્યત્વે પારિવારિક ઇતિહાસ કે આનુવંશિકતા સાથે જોડવામાં આવતું હતું. પરંતુ તાજેતરની એક મહત્વની સ્ટડીમાં એક નવું કારણ સામે આવ્યું છે. ‘નેચર મેટાબોલિઝમ’ જર્નલમાં પ્રકાશિત આ સ્ટડી અનુસાર, આંતરડામાં રહેતા સૂક્ષ્મજીવોના સમૂહ, જેને ગટ માઇક્રોબાયોમ કહેવાય છે, તેનું અસંતુલન બાળકોમાં આ રોગનું જોખમ લગભગ ત્રણ ગણું વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગટ માઇક્રોબાયોમ

ગટ માઇક્રોબાયોમ એ આપણા આંતરડામાં વસતા લાખો બેક્ટેરિયા અને વાયરસનો સમૂહ છે. આ સૂક્ષ્મજીવો શરીરમાં પચતા ન હોય તેવા ફાઇબર અને જટિલ કાર્બોહાઇડ્રેટને પચાવવામાં મદદ કરે છે, વિટામિન કે અને કેટલાક બી-વિટામિન બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. રોગપ્રતિકારક પ્રણાલીને ટ્રેનીંગ

જેની રસપ્રદ વાત એ છે કે આપણા શરીરની લગભગ 70 ટકા ઇમ્યુનિટી પેટમાં જ નક્કી થાય છે. જ્યારે બાળક જન્મે છે અને મોટું થાય છે ત્યારે આ બેક્ટેરિયા તેની રોગપ્રતિકારક પ્રણાલીને ટ્રેનીંગ આપે છે કે બહારથી આવતા કિટાણુઓ સામે કેવી રીતે લડવું અને શરીરના પોતાના અંગોની રક્ષા કેવી રીતે કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જો ટ્રેનીંગ વિક્ષિપ્ત થાય તો?

જો કોઈ કારણસર ફાયદાકારક બેક્ટેરિયા ઘટી જાય અને હાનિકારક બેક્ટેરિયા વધી જાય તો આ ટ્રેનીંગ વિક્ષિપ્ત થઈ જાય છે. જેમાં આંતરડાની અંદરની દીવાલ કમજોર પડે છે જેને મેડિકલ ભાષામાં ‘લીકી ગટ’ કહેવાય છે. ત્યારે ઝેરી પદાર્થો અને અધૂરા પચેલા પ્રોટીન લોહીમાં ભળી જાય છે. આથી રોગપ્રતિકારક પ્રણાલી આને દુશ્મન સમજીને હુમલો કરે છે પરંતુ ગેરસમજથી તે પેન્ક્રિયાસની બીટા કોષો પર પણ હુમલો કરી બેસે છે. પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે અને ટાઇપ-1 ડાયાબિટીસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 95,600 બાળકોને ટાઇપ-1 ડાયાબિટીસ

આ અસંતુલનના મુખ્ય કારણોમાં અતિશય એન્ટિબાયોટિક્સનો ઉપયોગ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકનું વધુ સેવન, પ્રકૃતિ સાથેનો અભાવ અને બાળપણમાં માતાના દૂધનો અભાવ સામેલ છે. ICMR અને IDFના આંકડા મુજબ ભારતમાં 14 વર્ષથી નાના લગભગ 95,600 થી એક લાખ બાળકો ટાઇપ-1 ડાયાબિટીસથી પીડાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શું કરવું?

આથી માતા-પિતા માટે સલાહ આપવામાં આવે એ છે કે બાળકોને ઘરે બનાવેલી છાશ, ઇડલી અને મોસમી લીલી શાકભાજી આપો, જે ગુડ બેક્ટેરિયાને વધારે છે. ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક ન આપો. જો બાળક અચાનક વધુ પાણી પીવા લાગે, રાત્રે વારંવાર પેશાબ કરે, ભૂખ લાગવા છતાં વજન ઘટે કે અતિશય સુસ્ત રહે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

disease children Type-1 diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ