ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પારુલ યુનિવર્સિટીએ વર્લ્ડ હાર્ટ ડે પર કાર્ડિયાક સર્જરીમાં બચી ગયેલા દર્દીઓ અને પરિવાજનો માટે મિલનસમારંભનું આયોજન કર્યું
Last Updated: 05:57 PM, 24 September 2026
ADVERTISEMENT
પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સાથે સંલગ્ન પારુલ સેવાશ્રમ હોસ્પિટલે વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસના પ્રસંગે હૃદય સાથે સંબંધિત જટિલ સારવાર પ્રક્રિયાઓ અને સર્જરીઓ સાથે સાજાં થયેલાં બાળકો અને પુખ્ત વયના લોકો માટે કાર્ડિયાક પેશન્ટ સપોર્ટ ગ્રૂપ એક્ટિવિટીનું આયોજન કર્યું હતું. આ એક્ટિવિટીનો ઉદ્દેશ દર્દીઓ અને તેમના પરિવારજનોને એકબીજાને મળવાનો, તેમની સારવાર કરતી મેડિકલ ટીમ સાથે ફરી જોડાવાનો અને હૃદયરોગની સારવાર પછી પોતાના બદલાયેલા જીવનની વાતો વહેંચવાની તક આપવાનો હતો. આ કાર્યક્રમમાં એ સકારાત્મક પરિવર્તનોની પણ પ્રશંસા કરવામાં આવી હતી, જે દર્દીઓ પોતાના હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થઈને અપાવે છે.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં મોટી તબીબી પ્રક્રિયા પછી હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા સતત માર્ગદર્શનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હોસ્પિટલના કાર્ડિયાક નિષ્ણાતોએ સાજાં થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે નિયમિત ફોલો-અપ, દવાઓનો ઉચિત ઉપયોગ, બચાવની રીતો, સંતુલિત ભોજન, શારીરિક પ્રવૃત્તિઓ અને જરૂરિયાતના હિસાબે જીવનશૈલીમાં પરિવર્તનના મહત્વ પર વાતચીત કરવાની સલાહ આપી હતી. તબીબી સલાહ માનવા અને સ્વાસ્થ્યને સારું જાળવવા વિવિધ પગલાં ભરવા પર દર્દીઓની પ્રશંસા કરી હતી. આ સંવાદમાંથી પરિવારોને વ્યવહારિક જાણકારી મળી હતી અને આ પ્રકારની તબીબી સફરમાંથી પસાર થયેલા લોકોને મળવાની તક તેમને મળી હતી.
આ કાર્યક્રમમાં ક્લિનિકલ ચર્ચાઓ ઉપરાંત વિવિધ રમત, શ્વાસ લેવાની અને આરામ કરવાની વિવિધ કસરતો, સંગીત અને નૃત્ય જેવી રસપ્રદ અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ સામેલ હતી. આ પ્રકારની બીમારીમાંથી બચી ગયેલા દર્દીઓએ પોતાના પરિવારજનો સાથે જુસ્સા સાથે ભાગ લીધો હતો, જેમના માટે આ મિલનસમારંભ સંવાદ કરવાનો, હસીમજાક કરવાનો અને અનુભવો વહેંચવાનો પ્રસંગ બની ગયો હતો. હૃદયરોગની જટિલ સર્જરી પછી મજબૂત થયેલા બાળકોથી લઈને મોટા ઓપરેશન પછી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા પુખ્ત વયના દર્દીઓ એકમંચ પર આવીને દર્શાવ્યું હતું કે, તેમણે કેવી રીતે સક્રિય અને આનંદદાયક જીવનમાં પુનરાગમન કર્યું છે.
ADVERTISEMENT

આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ અને મેડિકલ ડિરેક્ટર ડૉ. ગીતિકા મદન પટેલે તબીબી પ્રક્રિયાઓથી આગળ વધીને દર્દી-કેન્દ્રિત સારસંભાળની જરૂરિયાત પર ભાર મૂકીને કહ્યું હતું, “જ્યારે દર્દી હોસ્પિટલમાંથી સારવાર મેળવીને ઘેર પરત ફરે છે, ત્યારે અમારી જવાબદારી પૂરી થઈ જતી નથી. અમે સારસંભાળ અને સાજાં થવાની પ્રક્રિયામાં દર્દીઓ સાથે ખભેખભો મિલાવીને ચાલીએ છીએ તથા તેમને વધારે સ્વસ્થ, વધારે આત્મવિશ્વાસ અને આનંદદાયક જીવનમાં મદદ કરીએ છીએ. હૃદય સાથે સંબંધિત વિવિધ બિમારીઓમાંથી સાજાં થયેલા લોકોને એકમંચ પર આવીને હસીમજાક કરતા, નાચતા અને જીવનના અનુભવોને વહેંચતા જોઈને ખરેખર આપણને તમામને પ્રેરણા મળે છે. આ જ દર્દી-કેન્દ્રિત સારસંભાળની લાગણી છે, જેને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.”
ADVERTISEMENT

વર્લ્ડ હાર્ટ ડે પ્રોગ્રામમાં હૃદયની વિવિધ બીમારીઓમાંથી બચવાની અને તેમના વહેલાસર નિદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો. લોકોની સલાહ આપવામાં આવી હતી કે, તેઓ નિયમિત સમયાંતરે હેલ્થ ચેક-અપ કરાવે અને બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટેરોલ જેવા જરૂરી માપંદડો પર નજર રાખે. સાથે સાથે, સક્રિય જીવનશૈલી અપનાવે અને સંતુલિત આહાર લે. તેમને લાંબા સમય સુધી હૃદયને સ્વસ્થ રાખવા તણાવને નિયંત્રિતમાં રાખવા અને હૃદય સાથે સંબંધિત સમસ્યાઓના લક્ષણો દેખાય એટલે તરત મેડિકલ મદદ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
પારુલ સેવાશ્રમ હોસ્પિટલે આ પહેલ સાથે વિશેષ સારવારસ, દર્દી સાથે સતત જોડાણ અને નિવારણ કરી શકાય એ માટે સ્વાસ્થ્ય માટે જાગૃતિને સંકલિત કરીને કાર્ડિયાક કેરના પોતાના અભિગમને વધારે મજબૂત કર્યો છે. સાજાં થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને એકમંચ પર લાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમ તેમની વ્યક્તિગત સફળતાની ઉજવણી હોવાની સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે સપોર્ટ સમુદાય ઊભો કરવા પણ તક સમાન હતો. આ આપણને યાદ અપાવે છે કે, હૃદયનું સ્વાસ્થ્ય જાળવવા જીવનના દરેક મુકામ દેખભાળ, ધ્યાન, જાગૃતિ અને સમયસર પગલાં ભરવાની જરૂર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ