ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:31 PM, 25 September 2026
1/6
પ્રાઇમરી શેરબજારમાં ચાલી રહેલી ધમાકેદાર હલચલ વચ્ચે વધુ એક અગ્રણી કંપનીનો IPO રોકાણકારો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુરુગ્રામ સ્થિત નેટવર્કિંગ અને સ્પેશિયાલિટી કેબલ ઉત્પાદક કંપની ઓરિએન્ટ કેબલ્સ (Orient Cables) ના ₹552 crore ના IPO ને પ્રથમ દિવસે જ રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. 25 September ના રોજ IPO ખુલ્યાના પ્રથમ દિવસે બપોરે 1 વાગ્યા સુધીમાં આ ઇશ્યૂ 87% ભરાઈ ચૂક્યો હતો.
2/6
કંપનીએ આ IPO માટે પ્રતિ શેર ₹258 થી ₹272 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઇશ્યૂમાં રોકાણકારો 29 September સુધી અરજી કરી શકશે. આ ઇશ્યૂમાં ફ્રેશ ઇશ્યૂની સાથે ઓપન માર્કેટમાં પ્રોમોટર ફેમિલી દ્વારા પોતાના હિસ્સાના શેર પણ વેચવામાં આવી રહ્યા છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 55 શેર માટે બોલી લગાવવી પડશે. અપર પ્રાઇસ બેન્ડ (₹272) મુજબ 1 લોટ માટે ઓછામાં ઓછું ₹14,960 નું રોકાણ કરવું પડશે.
ADVERTISEMENT
3/6
ગ્રે માર્કેટના ડેટા મુજબ, ઓરિએન્ટ કેબલ્સના શેર પર હાલમાં અંદાજે 25% GMP ચાલી રહ્યો છે. જોકે 24 September ના રોજ આ પ્રીમિયમ 41% થી વધુ પહોંચી ગયું હતું. જો શેરનું લિસ્ટિંગ વર્તમાન GMP મુજબ થાય, તો પ્રથમ દિવસે જ રોકાણકારોને મોટો નફો મળી શકે છે. (નોંધ: GMP એ માત્ર એક અનુમાનિત સંકેત છે, તે લિસ્ટિંગ પ્રાઇસની ગેરંટી નથી.)
4/6
ADVERTISEMENT
5/6
કંપની ઇશ્યૂ દ્વારા મળનારા નાણાંમાંથી ₹91.5 કરોડનો ઉપયોગ નવી મશીનરી અને ઇક્વિપમેન્ટ ખરીદવા તથા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સિવિલ વર્ક માટે કરશે. આ સિવાય ₹155.5 કરોડનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે અને બાકીની રકમ અન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે વપરાશે.
6/6
ઓરિએન્ટ કેબલ્સ નેટવર્કિંગ કેબલ્સ, પેસિવ નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ, સ્પેશિયાલિટી કેબલ્સ અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ બનાવે છે. કંપનીના ગ્રાહકોમાં બ્રોડબેન્ડ, ટેલિકોમ, ડેટા સેન્ટર્સ, રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ બિલ્ડિંગ ઓટોમેશન જેવા ઝડપથી વધી રહેલા ક્ષેત્રો સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ