ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન પાર્ક કરવા બાબતે અમદાવાદમાં બબાલ, દુકાનમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ
Last Updated: 08:40 PM, 25 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં કાપડ બજારમાં વાહન સાઈડમાં લેવા જેવી સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું હતું. જેમાં આરોપીઓ ઇરફાન ઘાંચી, રિયાઝ શેખ, નૂર મોહમ્મદ શેખ, ઇરફાન યાસીન શેખ, ઇકબાલ યાસીન શેખ અને અનીસ મોહમ્મદ શેખની મારામારી અને તોડફોડ કેસમાં કારંજ પોલીસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT

ટોળાએ દુકાનમાં તોડફોડ કરી
ADVERTISEMENT
અમદાવાદના ઢાલગરવાડમાં 24 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે પાનકોર નાકાથી રતનપોળ તરફ એક્ટિવા લઈને જઈ રહેલા અમાન સાથે વાહન સાઈડમાં લેવા બાબતે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી..આ સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને સાંજના સમયે 7થી 8 જેટલા અસામાજીક તત્વો કાપડની દુકાનમાં ઘૂસી આવ્યા હતા..અને આ ટોળાએ દુકાનમાં તોડફોડ કરીને અમાન પર હુમલો કર્યો.

ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધીને 6 આરોપીની ધરપકડ કરી
અમાનને બચાવવા વચ્ચે પડેલા પિતા આકિલ મન્સૂરી, કાકા મોહમદ અમીન મન્સુરી અને ઝહીર મન્સૂરી પર હુમલો કર્યો હતો.. ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.. કારંજ પોલીસે ગુનો નોંધીને 6 આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સીસીટીવીના આધારે 10 આરોપીઓની ઓળખ કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તોડફોડ અને મારામારી કરનાર આરોપીઓ છૂટક મજૂરી કરે છે..ઘટનાને પગલે કારંજ પોલીસે CCTV ફૂટેજના આધારે 10 જેટલા આરોપીઓની ઓળખ કરી હતી. જેમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે..ઢાલગરવાડ જેવા ભરચક કાપડ બજારમાં દુકાનમાં ઘૂસીને થયેલા હુમલાની ઘટનાથી વેપારીઓમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT

વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો
ADVERTISEMENT
ઘટનાના વિરોધમાં આજે વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો અને પોલીસ સમક્ષ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. જ્યારે કારંજ પોલીસે આરોપીઓની ધરપકડ બાદ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ નવરાત્રી કોન્ટેસ્ટ લઈને આવ્યું VTV, એક સવાલનો જવાબ આપી મેળવો 2 લાખ*ના ઈનામ જીતવાની તક
આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા
કારંજ પોલીસે ઇરફાન ઘાંચી, રિયાઝ શેખ, નૂર મોહમ્મદ શેખ, ઇરફાન શેખ, ઇકબાલ શેખ અને અનીસ મોહમ્મદ શેખની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ હુમલા પાછળ વાહન સાઈડ માં રાખવાની અદાવત જ હતી કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. જ્યારે વોન્ટેડ આરોપીઓની પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.