ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 26 સપ્ટેમ્બરે પૂર્ણિમાના દિવસે બનશે નવપંચમ રાજયોગ, ગુરુ-ચંદ્રના ત્રિકોણ સંબંધથી 4 રાશિના જાતકોને ધનલાભના યોગ

photo-story

7 ફોટો ગેલેરી

Navpancham Rajyog 2026 / 26 સપ્ટેમ્બરે પૂર્ણિમાના દિવસે બનશે નવપંચમ રાજયોગ, ગુરુ-ચંદ્રના ત્રિકોણ સંબંધથી 4 રાશિના જાતકોને ધનલાભના યોગ

Last Updated: 02:13 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Navpancham Rajyog 2026:26 સપ્ટેમ્બરના રોજ પૂનમના દિવસે એક શુભ 'નવ-પંચમ રાજયોગ' રચાઈ રહ્યો છે. ગુરુ અને ચંદ્ર આ ત્રિકોણ યોગ કેટલીક રાશિઓ માટે ધન અને કારકિર્દીના ક્ષેત્રે અપાર સફળતા લઈને આવશે. આવો જાણીએ કે કઈ રાશિઓને તેનો લાભ મળશે.

1/7

photoStories-logo

1. નવપંચમ યોગ રચાશે

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને ગ્રહો વચ્ચે રચાતી શુભ સ્થિતિઓનું વિશેષ મહત્વ છે. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 5:32 વાગ્યે ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે, કર્ક રાશિમાં બિરાજમાન દેવગુરુ બૃહસ્પતિ સાથે તે અત્યંત શુભ અને લાભદાયક 'નવપંચમ યોગ' રચશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગુરુ અને ચંદ્રની યુતિ

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, સમૃદ્ધિ અને સંતાનનો કારક માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર મન, સુખ અને આર્થિક સ્થિતિનું પ્રતીક છે. જ્યારે ગુરુ અને ચંદ્ર એકબીજાથી પાંચમા અને નવમા ભાવમાં સ્થિત હોય છે, ત્યારે 'નવપંચમ રાજયોગ' રચાય છે. આ યોગ વ્યક્તિના જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ, બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ અને અચાનક આર્થિક લાભની સંભાવનાઓ લાવે છે. આવો જાણીએ કે 26 સપ્ટેમ્બરે રચાઈ રહેલા આ 'નવપંચમ યોગ'ને કારણે કઈ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ રાશિ

ચંદ્ર તમારી રાશિના અગિયારમા ભાવ (આવક અને લાભ) માંથી પસાર થશે. તમારી દૈનિક અને મુખ્ય આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને કમાણીના નવા માર્ગો ખુલશે. વિદેશી બજારો સાથે સંકળાયેલા વ્યવસાયોમાં જોડાયેલા લોકો અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કર્ક રાશિ

ગુરુ તમારી પોતાની રાશિ (લગ્ન ભાવ)માં બિરાજમાન છે, જ્યારે ચંદ્ર તમારા ભાગ્યના સ્થાન માં સ્થિત છે, જેનાથી એક વિશેષ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુ અને ચંદ્ર વચ્ચેનો આ 'ત્રિકોણ' સંબંધ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કાર્યસ્થળ પર તમારા માન-સન્માન અને વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારને લગતા મહત્વપૂર્ણ ડીલ્સ ફાઇનલ થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

ચંદ્ર તમારી રાશિથી પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે, જ્યારે ગુરુ તમારા ભાગ્યના સ્થાન (નવમા ભાવ)માં સ્થિત છે. તમને શેરબજાર, અગાઉના રોકાણો અથવા પૈતૃક સંપત્તિમાંથી અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે. સર્જનાત્મક અને શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા લોકોને વિશેષ માન-સન્માન અને ખ્યાતિ પ્રાપ્ત થશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે અને તમારું મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન રાશિ

ચંદ્ર તમારી પોતાની રાશિ (પ્રથમ ભાવ) માંથી પસાર થશે અને ગુરુ તમારા પાંચમા ભાવ ( બુદ્ધિ અને સંતાન) સાથે શુભ 'નવ-પંચમ' દ્રષ્ટિ સંબંધ રચશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. માનસિક તણાવ દૂર થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. ઉચ્ચ શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lucky zodiac signs jupiter moon conjunction Navpancham Rajyog 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ