ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ ઘરમાંથી મળી, બંધ રૂમમાં 4 દિવસથી સડી રહી હતી

દુખદ / ભાવનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ ઘરમાંથી મળી, બંધ રૂમમાં 4 દિવસથી સડી રહી હતી

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 08:34 AM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં મેડિકલ પ્રોફેસરની સડેલી લાશ ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી હતી. લાશ છેલ્લા 4 દિવસથી બંધ રૂમમાં પડી હતી.

ADVERTISEMENT

સુરત સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનામાં બે આપઘાતની ઘટના બાદ હવે ભાવનગરમાં પણ આ પ્રકારનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. Top3 સર્કલ નજીક આવેલ ગોકુળધામના K વિંગ-201ના બીજા માળે રહેણાક મકાનમાં મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. કિન્નર એસ. દેસાઈનો મૃતદેહ મળતાં ચકચાર મચી હતી.

4 દિવસથી બંધ રુમમાં તેમની લાશ સડતી હતી

ડૉ. કિન્નર દેસાઈ એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા 4 દિવસથી બંધ રુમમાં તેમની લાશ સડતી હતી. બનાવની જાણ થતાં ભરતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું તે અંગે તપાસ બાદ હકીકત સામે આવશે

તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી

તેઓ ગોકુળધામ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા હતા. બંધ ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે પ્રોફેસરનો મૃતદેહ અત્યંત ક્ષત-વિક્ષત અને જૂની થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.

વધુ વાંચો : 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ ચૂંટણીમાં ગોટાળા કર્યાં', PCમાં રાહુલ ગાંધીના ગંભીર આરોપ

સુરતની નવી સિવિલની મેડિકલ કોલેજમાં બે ડોક્ટરના આપઘાત

સુરતની નવી સિવિલની મેડિકલ કોલેજમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આત્મહત્યા કરી છે. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ ડાબા હાથે ત્રણ કટ મારી અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિએ હાથ અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિ પરિણીત હતા અને તેઓ તેમની પત્ની સાથે સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં જ રહેતા હતા. મૃતક ડોક્ટરના પત્ની પણ હોમિયોપેથીના ડોક્ટર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Bhavnagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ