ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા પણ પહોંચી ગયા ગુરુગ્રામ, જાણો પછી શું બન્યું?

નવસારી / હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા પણ પહોંચી ગયા ગુરુગ્રામ, જાણો પછી શું બન્યું?

Published By: Hiralal Parmar
Reported By: Rakesh Solanki

Last Updated: 09:23 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાંથી એક અત્યંત અનોખો અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો અગાધ પ્રેમ અને તેમને મળવાની ઘેલછા એક 70 વર્ષીય વૃદ્ધાને ક્યાંથી ક્યાં ખેંચી ગઈ, તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ADVERTISEMENT

નવસારીમાં રહેતા 70 વર્ષીય હીરાબા પીએમ મોદીના ખૂબ મોટા ચાહક છે. તાજેતરમાં તેઓ પીએમ મોદીને મળવા જવા માટે નવસારીથી ટ્રેનમાં બેસીને દિલ્હી જવા નીકળ્યાં હતા પરંતુ દિલ્હી પહોંચવાને બદલે તેઓ સીધા ગુરુગ્રામ પહોંચી ગયા.

પીએમ મોદીને મળવા જતા દિલ્હીને બદલે ગુંડગામ પહોંચ્યાં

વિજલપોરમાં એકલા રહેતા લીલાબા પરંતુ હીરાબા તરીકે જાણીતા બા પીએમ મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા, પરંતુ ભૂલથી ગુડગાંવ પહોંચી ગયા! જોકે, વહીવટી તંત્ર અને ભાજપ આગેવાનોની સમયસૂચકતાથી તેઓ હેમખેમ પોતાના વતન પરત ફર્યા છે.

દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ માટે અદભુત સ્નેહ

નવસારીના વિજલપોર વિસ્તારના સંભાજીનગરમાં એકલા જીવન વિતાવી રહેલા આશરે 90 વર્ષીય હીરાબા (લીલા બા ) પોતાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં છે. પરિવારમાં કોઈ ન હોવા છતાં તેમના દિલમાં દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ માટે અદભુત સ્નેહ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલને કહ્યું હતું-આ મારા દીકરા જેવા

થોડા દિવસો અગાઉ જ નવસારી ટાઉન હોલ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળતી વખતે તેમણે વહાલથી કહ્યું હતું કે, "આ મંત્રી તો મારા દીકરા જેવા છે." નેતાઓ પ્રત્યેનો આ જ આત્મીય ભાવ તેમને સીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ખેંચી ગયો હતો.

દિલ્હીને બદલે ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતર્યાં

નવસારીથી ટ્રેનમાં બેસીને દિલ્હી જવા રવાના થયેલા હીરાબા રસ્તામાં મૂંઝવણમાં મુકાયા અને દિલ્હી ઉતરવાના બદલે હરિયાણાના ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતરી ગયા. અજાણ્યા શહેરમાં એકલા પડી જવાથી તેઓ ઘબરાઈ ગયા, પરંતુ સદભાગ્યે તેમની પાસે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના પીએ (PA) નો નંબર હતો. તેમણે તાત્કાલિક સંપર્ક કરતા સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું.

વધુ વાંચો : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો, શબઘરમાં જ કાપી નાખી હાથ-પગની નસો

જિલ્લા વહીવટી તંત્રે હેમખેમ ઘેર પહોંચાડ્યાં

જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના સંકલનથી ગુડગાંવથી વૃદ્ધાને ટ્રેન મારફતે અમદાવાદ અને ત્યાંથી ગુજરાત ક્વીન દ્વારા મોડી રાત્રે નવસારી હેમખેમ પરત લાવવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi news PM Modi PM MODI NAVASARI VISIT

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ