ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ભાદ્રપદ પૂર્ણિમાથી 5 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે ? આ તારીખથી ધન અને કરિયરમાં નવી તકો મળવાના યોગ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:49 PM, 24 September 2026
1/6
ભાદ્રપદ પૂર્ણિમા 2026 આ વખતે ખાસ મહત્વની છે. 26 સપ્ટેમ્બરે આ પૂર્ણિમા પડે છે અને તેની સાથે પિતૃપક્ષની શરૂઆત પણ થાય છે. જ્યોતિષીય ગણતરી પ્રમાણે આ સમયે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં છે. જ્યારે શુક્ર પોતાની રાશિ તુલામાં બીરાજમાન છે. તેમજ 26 સપ્ટેમ્બરે બુધ કન્યા રાશિમાંથી બહાર નીકળીને તુલામાં પ્રવેશ કરશે. આ ગ્રહોની સ્થિતિ બધી રાશિઓ પર અલગ-અલગ અસર કરી શકે છે. પરંતુ ખાસ કરીને પાંચ રાશિઓ માટે નાણાં અને કરિયરના ક્ષેત્રમાં નવા અવસરોના સંકેત જોવા મળી રહ્યા છે.
2/6
ADVERTISEMENT
3/6
તમારા માટે પૂર્ણિમાની આસપાસ સંપર્ક અને સંવાદથી સંબંધિત બાબતોમાં લાભના સંકેત છે. વ્યાપાર કરનારાઓને નવા લોકો સાથે જોડાવાની કે કામનો વિસ્તાર કરવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકો માટે વાતચીત અને સમજદારીથી પોતાની વાત રજૂ કરવાનો સમય અનુકૂળ રહેશે. આવક વધારવાના નવા રસ્તાઓ પર પણ વિચાર થઈ શકે છે.
4/6
તમારા માટે ગુરુનું પોતાની ઉચ્ચ રાશિમાં હોવું જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ મહત્વનું છે. આ દરમિયાન આત્મવિશ્વાસ વધી શકે છે અને કરિયરને લગતા નિર્ણયોમાં સ્પષ્ટતા આવી શકે છે. વર્કપ્લેસમાં સન્માન મળવાની સાથે કોઈ નવો અવસર પણ સામે આવી શકે છે. નાણાં સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિવર્તનની સંભાવના છે.
ADVERTISEMENT
5/6
આ રાશિના સ્વામી શુક્ર સપ્ટેમ્બરમાં તુલા રાશિમાં જ સ્થિત છે. તે ઉપરાંત 26 સપ્ટેમ્બરે બુધનો તુલામાં પ્રવેશ થશે. આને કારણે તુલા રાશિના જાતકો માટે વાતચીત, વ્યાપાર, સર્જનાત્મક કાર્ય અને ભાગીદારી સંબંધિત બાબતોમાં નવા માર્ગો ખુલી શકે છે. નોકરી બદલવાની કે નવી જવાબદારી સ્વીકારવાની યોજના બનાવી રહેલા લોકોને પણ અવસર મળી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ