ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / એક્સપ્રેસવે પર ચાલતી સ્લીપર બસમાં અચાનક આગ લાગી, 40-50 મુસાફર સવાર; મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ
Last Updated: 07:23 AM, 24 September 2026
ADVERTISEMENT
યમુના એક્સપ્રેસ વે પર એક એવી ઘટના બની છે, જેણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કર્યો છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર ચાલતી એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં તે સમયે આશરે 40થી 50 મુસાફરો સવાર હતા. આગની જ્વાળાઓ બસને પોતાની લપેટમાં લેતાં જ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોતાની આંખો સામે બસમાં આગ ભભૂકતી જોઈને મુસાફરો ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે કેટલાક લોકો બસમાંથી કૂદવા લાગ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે આ ઘટના યમુના એક્સપ્રેસ વેના ઝીરો પોઈન્ટથી આશરે 32 કિલોમીટર દૂર જેવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બની હતી. ચાલતી બસમાં અચાનક આગ લાગતાં થોડા જ સમયમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ કેટલી ઝડપથી ફેલાઈ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મુસાફરોને પોતાની સુરક્ષા માટે તાત્કાલિક બસમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર પણ ભારે ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવ્યા બાદ પણ બસને સંપૂર્ણપણે ઠંડી કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. બસમાં ફરી કોઈ જોખમ ન રહે અને સુરક્ષિત રીતે તપાસ કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા કૂલિંગ-ડાઉન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
Bus engulfed in fire on the Yamuna Expressway near Jewar Airport. Heavy traffic. Road blocked.
— Khushal Bhardwaj (@KhushalBhardw20) September 23, 2026
Praying for everyone’s safety. #yamunaexpressway pic.twitter.com/ASRfSmpEQp
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે કેટલાક લોકો હજુ પણ બસની અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બસ સંપૂર્ણપણે ઠંડી ન થાય ત્યાં સુધી તેની અંદર શોધખોળ કરવી શક્ય નથી. હાલ કૂલિંગ પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ બસની અંદર સઘન તપાસ કરવામાં આવશે. આ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે બસની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં અને જો ફસાઈ હોય તો તેની સ્થિતિ શું છે. આ સાથે જ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની પણ સત્તાવાર માહિતી શોધખોળ બાદ જ સામે આવશે.
ADVERTISEMENT
હાલમાં બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગ કયા સંજોગોમાં લાગી અને કેવી રીતે થોડા જ સમયમાં આખી બસ તેની લપેટમાં આવી ગઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે હાજર મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી ઘટનાને લગતી માહિતી મેળવવામાં આવી રહી છે. આગ લાગ્યા પહેલાં બસમાં શું થયું હતું અને આગ ક્યાંથી શરૂ થઈ હતી તે અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અત્યારે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ફાયર વિભાગ દ્વારા કૂલિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બસની અંદર શોધખોળ હાથ ધરાશે. ત્યારબાદ જ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની સ્થિતિ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT