ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી બાળ પ્રોત્સાહન યોજના, ત્રીજું સંતાન જન્મે તો પરિવારને મળશે ₹50 હજારની સહાય

ગુજરાત / કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી બાળ પ્રોત્સાહન યોજના, ત્રીજું સંતાન જન્મે તો પરિવારને મળશે ₹50 હજારની સહાય

Published By: Nidhi Panchal

Last Updated: 08:15 AM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજમાં ઘટતી જતી વસતિ વચ્ચે કચ્છ કડવા પાટીદાર સમાજે નવી પેઢીને લઈને એક અનોખી પહેલ કરી છે. હવે પરિવારમાં ત્રીજા સંતાનના જન્મ પર દીકરો હોય કે દીકરી, સમાજ તરફથી રૂ. 50 હજારની FD સ્વરૂપે પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

ADVERTISEMENT

ઘણા પરિવારોમાં સંતાનોની સંખ્યા અંગેની વિચારસરણી છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ રહી છે. ‘અમે બે, અમારા બે’ની માનસિકતા વચ્ચે સમાજની ઘટતી જતી વસતિને લઈને પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોને નવી પેઢીને પ્રોત્સાહન આપવાના હેતુથી એક અનોખી પહેલ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ હવે બીજા સંતાન બાદ જન્મ લેનારા ત્રીજા સંતાનને સમાજ તરફથી રૂ. 50 હજારની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD સ્વરૂપે પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ લાભ દીકરા અને દીકરી બંને માટે સમાન રહેશે.

child-simple

યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઘટતી જતી વસતિને કારણે ઊભા થતા સામાજિક અસંતુલનને દૂર કરવાના પ્રયાસરૂપે દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા આ બાળ પ્રોત્સાહન યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પેઢીમાં સંતાન અંગેની વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે, પરિવારોમાં સંતાન અંગેના વિચારોમાં પરિવર્તન આવે અને નવી પેઢીને પ્રોત્સાહન મળે તે દિશામાં આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

સુરતના કડોદરા ખાતે બાબુભાઈ જાદવાણીના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં બાળ પ્રોત્સાહન યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યોજનાની જાહેરાત બાદ સમાજમાં પણ તેની ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ઘટતી જતી વસતિના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રોત્સાહક યોજના શરૂ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

જન્મ લેનારા દરેક સંતાનને આ યોજનાનો લાભ મળશે

યોજના મુજબ 13 સપ્ટેમ્બર, 2026 બાદ દક્ષિણ ગુજરાત સનાતન સમાજના આજીવન સભ્યશ્રીને ત્યાં બીજા સંતાન પછી જન્મ લેનારા દરેક સંતાનને આ યોજનાનો લાભ મળશે. એટલે કે ત્રીજા સંતાન તરીકે જન્મ લેનાર બાળક દીકરો હોય કે દીકરી, બંને માટે દક્ષિણ ગુજરાત ઝોન સમાજ દ્વારા રૂ. 50,000ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્વરૂપે પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. આમ, ત્રીજા સંતાનના જન્મને માત્ર પરિવાર પૂરતી બાબત નહીં રાખીને સમાજ તરફથી પણ તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

child-birth

યોજના માત્ર આર્થિક પ્રોત્સાહન પૂરતી મર્યાદિત નથી

આ યોજના માત્ર આર્થિક પ્રોત્સાહન પૂરતી મર્યાદિત નથી. ઝોનના રમેશભાઈ પારસિયાએ જણાવ્યું હતું કે યોજનામાં શિક્ષણ અને આરોગ્ય સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે બાળકના ભવિષ્યમાં શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. સમાજમાં અગાઉ પ્રચલિત ‘અમે બે, અમારા બે’ની માનસિકતાથી આગળ વધીને નવી પેઢીના સંતાન અંગેના વિચારોમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ આ યોજના મારફતે કરવામાં આવી રહ્યો છે. કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોન હેઠળ કુલ 26 ઘટક સમાજ કાર્યરત છે. આ ઝોન દ્વારા સમાજના સભ્યોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અને સહાય યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. હવે આ પ્રવૃત્તિઓમાં બાળ પ્રોત્સાહન યોજનાનો પણ ઉમેરો થયો છે.

આ પણ વાંચો : 10 મહિનામાં 14 વખત ચૂંટણી પંચના નિર્ણય સામે વાંધો: બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યા સવાલ, SIR વચ્ચે આંતરિક મતભેદ ચર્ચામાં

સમાજના ભવિષ્ય અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ યોજના આગામી સમયમાં કેવી રીતે અમલમાં આવે છે અને કેટલા પરિવારો તેનો લાભ લે છે તેના પર સૌની નજર રહેશે. હાલ તો ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે રૂ. 50 હજારની FD આપવાના નિર્ણયને લઈને કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોનની આ પહેલ ચર્ચામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Third Child Incentive Kutch Kadva Patidar Patidar Samaj

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ