ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથમાં ઘરમાં સૂતેલા ભત્રીજાને કાકાએ કુહાડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો, સામે આવ્યું કારણ
Last Updated: 04:08 PM, 24 September 2026
ADVERTISEMENT
ગીર સોમનાથના તાલાલામાં સગા સંબંધોને શર્મસાર કરતી હત્યાની ઘટના સામે આવી છે રાતીધાર ગામે વહેલી સવારે ઘરમાં સૂતેલા ભત્રીજા પર તેના જ કાકાએ કુહાડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ છે હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી છે, જ્યારે હત્યામાં વપરાયેલી કુહાડી હજુ રિકવર કરવાની બાકી છે.
ADVERTISEMENT
આરોપીના દીકરાઓ સાથે ચાલતી હતી જુની અદાવત
આ ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રાતીધાર ગામની વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાનો સમય પરિવારના સભ્યો ઊંઘમાં હતા અને ઘરમાં પ્રવીણ બચુ સોલંકી પણ ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના જ સગા કાકા ધીરુ સોલંકીએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. કુહાડીના ઘા વાગતા 45 વર્ષીય પ્રવીણ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂનું મનદુઃખ હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસ મુજબ, મૃતક પ્રવીણ સોલંકીને આરોપી ધીરુ સોલંકીના દીકરાઓ સાથે મહિનાઓ પહેલાં ઝઘડો થયો હતો આ જ જૂના ઝઘડાનું વેર રાખીને હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો, તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હત્યા બાદ આરોપીની ધરપકડ
ADVERTISEMENT
હત્યા બાદ પોલીસે આરોપી ધીરુ સોલંકીને ઝડપી લીધો છે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે હત્યામાં વપરાયેલી હોવાનું કહેવાતી કુહાડી હજુ સુધી પોલીસને મળી નથી જેથી પોલીસ હવે હથિયારની શોધખોળ સાથે ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને આરોપીની પૂછપરછના આધારે સમગ્ર હત્યા કેસની કડીઓ જોડવામાં આવી રહી છે. રાતીધાર ગામે સગા કાકા પર જ ભત્રીજાની હત્યાનો આરોપ લાગતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જૂના ઝઘડાનું વેર રાખીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસની પ્રાથમિક તપાસ છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને હત્યામાં વપરાયેલી કુહાડીની શોધ સહિત સમગ્ર મામલે તાલાલા પોલીસની તપાસ ચાલી રહી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT