ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નસીબનો ખેલ! બાઈક ચાલું ન થયું હોત તો ગુજ્જુ લવ ગુરુ જીવતા હોત, પેટ્રોલ પંપના કર્મચારીએ શું કહ્યું?
Last Updated: 03:42 PM, 24 September 2026
ADVERTISEMENT
17 સપ્ટેમ્બરે સુઈગામના જાણીતા સોશિયલ મીડિયા ક્રિએટર ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત પહેલાંની તેમની છેલ્લી કેટલીક ક્ષણો અંગે હવે પેટ્રોલ પંપના બે કર્મચારીઓએ મહત્વની વિગતો જણાવી છે. વિલેજ બોય ટીમ સાથે શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરતા પહેલાં ચંદને પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ ભરાવ્યું હતું. મોઢે રૂમાલ બાંધેલો હોવાથી કર્મચારીઓ તેમને ઓળખી શક્યા નહોતા. પેટ્રોલ ભરાવ્યા બાદ બાઈક બંધ પડી જતાં કર્મચારીઓએ બાઈક ચાલુ કરાવી આપી હતી. આ જ સમગ્ર ઘટનાની બંને કર્મચારીઓ સાથે વાતચીત કરીને વિગતો મેળવી.
ADVERTISEMENT
પેટ્રોલ પંપના કર્મચારીએ બાઈક ચાલુ કરાવવામાં મદદ કરી
17 સપ્ટેમ્બરના રોજ ગુજ્જુ લવ ગુરુ વિલેજ બોય ટીમ સાથે શૂટિંગ માટે ગયા હતા. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવેલા પેટ્રોલ પંપ પર તેમણે બાઈકમાં પેટ્રોલ ભરાવ્યું હતું. પેટ્રોલ ભરાવ્યા બાદ તેઓ આગળ વધ્યા, પરંતુ થોડા અંતરે બાઈક બંધ પડી ગયું હતું. બાઈક સ્ટાર્ટ ન થતાં ચંદન બાઈકને ધસડીને રોડની બાજુએ લઈ ગયા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી વિશનુ ઠાકોરે તેમની મદદ કરી હતી અને બાઈક કિક મારીને સ્ટાર્ટ કરી આપી હતી. બાઈક ચાલુ થયા બાદ ચંદને વિશનુભાઈનો આભાર માન્યો હતો અને તેમની સાથે વીડિયો બનાવવાનું પણ કહ્યું હતું. જોકે, મોડું થઈ રહ્યું હોવાથી ચંદન ત્યાંથી નીકળી ગયા હતા.
ADVERTISEMENT
પેટ્રોલ પંપના કર્મચારીએ શું કહ્યું?
ગુજ્જુ લવ ગુરુ પેટ્રોલ પુરાવવા માટે અમારા પેટ્રોલ પંપ પર આવ્યા હતા. પેટ્રોલ ભરાવ્યા બાદ બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઈક ચાલુ થયું નહોતું. તેઓ બાઈકને ધસડીને થોડે દૂર લઈ ગયા હતા. મેં તેમનું બાઈક કિક મારીને ચાલુ કરી આપ્યું હતું. ત્યારબાદ જ મને ખબર પડી કે તેઓ સોશિયલ મીડિયા પર જાણીતા ગુજ્જુ લવ ગુરુ છે. તેમણે મારો આભાર માન્યો હતો અને વીડિયો બનાવવાની વાત પણ કરી હતી. આ જ પેટ્રોલ પંપ પર કામ કરતા નરેશ ગોસ્વામીએ પણ સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, ચંદને રૂ.200નું પેટ્રોલ ભરાવ્યું હતું અને ફોન-પે મારફતે પેમેન્ટ કર્યું હતું. બાઈક સ્ટાર્ટ ન થતાં અન્ય વ્યક્તિની મદદથી બાઈક ચાલુ કરાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : રોડ પર છોકરી સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટ ટચ કર્યો, બેડ ટચ કર્યો, વીડિયો વાયરલ
ચંદને બાઈક ચાલુ કરનાર કર્મચારીનો આભાર માન્યો
ADVERTISEMENT
પેટ્રોલ પંપ પર બાઈક સ્ટાર્ટ કરાવી આપનાર કર્મચારીઓને ત્યારે કદાચ ખ્યાલ પણ નહોતો કે તેઓ ચંદન રાઠોડ સાથેની તેમની છેલ્લી મુલાકાતના સાક્ષી બની રહ્યા છે. ચંદને આભાર માન્યો હતો અને વીડિયો બનાવવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ બાઈક ચાલુ થયા બાદ તેઓ પોતાની અંતિમ સફર તરફ નીકળી ગયા હતા. પેટ્રોલ પંપના કર્મચારીઓની આ વાતચીતથી ચંદનની અકસ્માત પહેલાંની છેલ્લી સફરની એક મહત્વપૂર્ણ કડી સામે આવી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT