ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભદ્ર અને લક્ષ્મી નારાયણ રાજયોગથી આ 5 રાશિના જાતકોને આખું વર્ષ લાભના યોગ, આર્થિક સ્થિતિમાં થઈ શકે સકારાત્મક અસર

photo-story

9 ફોટો ગેલેરી

Bhadra Rajyog 2026 / ભદ્ર અને લક્ષ્મી નારાયણ રાજયોગથી આ 5 રાશિના જાતકોને આખું વર્ષ લાભના યોગ, આર્થિક સ્થિતિમાં થઈ શકે સકારાત્મક અસર

Last Updated: 12:08 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bhadra Rajyog 2026: ભદ્ર ​​અને લક્ષ્મી-નારાયણ રાજયોગને કારણે આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. જાણો તેમની કારકિર્દી, વ્યવસાય અને આર્થિક સ્થિતિ પર તેની શું અસર પડશે.

1/9

photoStories-logo

1. ગ્રહ ગોચરની થશે સકારાત્મક અસર

જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોની ગતિ અને ગોચર માનવ જીવન તેમજ તમામ 12 રાશિઓ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. ગ્રહોની સ્થિતિ અને ગોચરની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો વિશેષ મહત્વપૂર્ણ રહેવાનો છે. બુધ ગ્રહ જે બુદ્ધિ, વાણી, વેપાર અને સંવાદનું કારક છે તેનું ગોચર અનેક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવનારું સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. બુધ અને શુક્રની યુતિથી બનશે 'લક્ષ્મી નારાયણ રાજયોગ'

હાલમાં બુધ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ 'કન્યા'માં બિરાજમાન છે, જ્યાં 26 સપ્ટેમ્બર સુધી 'ભદ્ર મહાપુરુષ રાજયોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારબાદ, બુધ 'તુલા' રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સુખ-સુવિધા, સંપત્તિ અને વૈભવના કારક ગ્રહ શુક્ર પહેલેથી જ બિરાજમાન છે. તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતિથી અત્યંત શુભ 'લક્ષ્મી નારાયણ રાજયોગ'નું સર્જન થશે. આવો વિગતવાર જાણીએ કે કઈ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન આવશે અને આ બે મહત્વપૂર્ણ રાજયોગોના નિર્માણથી કોને વિશેષ લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. ભદ્ર મહાપુરુષ રાજયોગ

જ્યારે બુધ ગ્રહ જન્મકુંડળીના કેન્દ્રના સ્થાનોમાં કોઈ એકમાં પોતાની રાશિ (મિથુન અથવા કન્યા)માં સ્થિત હોય, ત્યારે 'ભદ્ર રાજયોગ' રચાય છે. આ યોગ વ્યક્તિને તીવ્ર બુદ્ધિ, ઉત્તમ સંવાદ કૌશલ્ય, ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યવસાયિક ક્ષેત્રે અપાર સફળતા પ્રદાન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. લક્ષ્મી નારાયણ રાજયોગ

જ્યારે જન્મકુંડળીમાં અથવા ગ્રહ-ગોચર દરમિયાન બુધ અને શુક્રની યુતિ રચાય છે, ત્યારે આ 'યોગ' બને ​​છે. આ યોગ બુધ અને શુક્રના સંયુક્ત શુભ ફળ પ્રદાન કરે છે. આ યુતિને કારણે આર્થિક સમૃદ્ધિ અને ભૌતિક સુખ-સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો નથી. તમારી રાશિમાં બુધની હાજરી અને 'ભદ્ર રાજયોગ'નો પ્રભાવ તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વ્યવસાયના નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સફળ થશે અને અટવાયેલા નાણાં પાછા મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના પ્રબળ સંકેતો છે, જ્યારે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર માન-સન્માન અને ઓળખ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે, ગ્રહોની આ સ્થિતિ અચાનક આર્થિક લાભના દ્વાર ખોલશે. આવકમાં અચાનક વધારો થવાના યોગ છે અને તમારા બેંક બેલેન્સમાં મજબૂતી આવશે. તમારા પર્સનલ લાઇફમાં ખુશીઓનું આગમન થશે. જોકે, આ સમયગાળા દરમિયાન તમે આધ્યાત્મિકતા તરફ પણ આકર્ષાઈ શકો છો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમયગાળો ખરેખર સુવર્ણ સાબિત થશે. જો તમે નોકરી કરતા હોવ, તો તમને પ્રમોશન અથવા પગારમાં સારો વધારો મળવાની પ્રબળ શક્યતા છે. તમારા વ્યવસાયનો વિસ્તાર થશે અને જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ભવિષ્યમાં તેનાથી સારુ રિર્ટન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આગામી સમય આર્થિક દ્રષ્ટિએ અત્યંત મજબૂત જણાય છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. તેમને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરવાની તકો મળશે અને સહકર્મીઓ તથા ઉપરી અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac signs benefits bhadra Rajyog lakshmi narayan rajyog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ