ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, વાડજ ફ્લાયઓવર વાહનચાલકોને આપશે ટ્રાફિક રાહત

અમદાવાદ / CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, વાડજ ફ્લાયઓવર વાહનચાલકોને આપશે ટ્રાફિક રાહત

Published By: Nidhi Panchal

Last Updated: 11:22 AM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એક એવા રસ્તા પર હવે ટ્રાફિકની લાંબી કતારોમાંથી વાહનચાલકોને રાહત મળવાની છે, જ્યાં પીક અવર્સમાં વાહનોની ભીડ સામાન્ય બની ગઈ હતી. વાડજ ફ્લાયઓવર સહિત રૂ.583 કરોડથી વધુના વિકાસકાર્યોનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ADVERTISEMENT

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા અનેક પ્રશ્નો વચ્ચે આજે શહેર માટે મહત્વનો દિવસ છે. વાડજ જંક્શન પર તૈયાર થયેલા ચાર લેનના ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પંડિત દીનદયાળ હોલ ખાતે અમદાવાદના વિવિધ વિકાસકાર્યોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કુલ રૂ.583.85 કરોડના વિકાસકાર્યોને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ahmedabad

વાડજ ફ્લાયઓવર અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક વાડજ જંક્શન પર ટ્રાફિક ઘટાડવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 735 મીટર લાંબો અને ચાર લેનનો આ ફ્લાયઓવર રૂ.106 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ શરૂ થયા બાદ દરરોજ પસાર થતા મોટી સંખ્યામાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાડજ જંક્શન અને આસપાસના માર્ગો પર સર્જાતી લાંબી ટ્રાફિકની કતારો ઘટાડવામાં આ બ્રિજ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

વાડજ અને રાણીપ જંક્શનને જોડશે

વાડજ ફ્લાયઓવર વાડજ અને રાણીપ જંક્શનને જોડશે. તેના કારણે ગાંધી આશ્રમથી રામાપીર ટેકરા તરફ જતા વાહનોને જંક્શન પર વારંવાર થતી ટ્રાફિકની અડચણમાંથી રાહત મળવાની શક્યતા છે. ફ્લાયઓવર શરૂ થતાં કેટલાક ટ્રાફિક સિગ્નલને બાયપાસ કરી સીધી અવરજવર થઈ શકશે. પરિણામે પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારોમાં ઘટાડો થવાની સાથે મુસાફરીનો સમય અને ઈંધણ બંનેની બચત થવાની અપેક્ષા છે.

નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા અન્ય અનેક વિકાસકાર્યોને પણ આગળ વધારવામાં આવી

આ સાથે અમદાવાદમાં માત્ર ફ્લાયઓવર જ નહીં, પરંતુ નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા અન્ય અનેક વિકાસકાર્યોને પણ આગળ વધારવામાં આવી રહ્યા છે. પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ હેઠળ કુલ રૂ.583.85 કરોડના કામોનો સમાવેશ થાય છે. જેમાં રૂ.279.80 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.304.05 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આવાસોના ડ્રો પણ યોજાશે

આ કાર્યક્રમ દરમિયાન આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આવાસોના ડ્રો પણ યોજાશે. અમદાવાદના લોકોને આવાસ સહિતની વિવિધ નાગરિક સુવિધાઓનો લાભ મળે તે માટેના કામોને પણ આ કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવશે. એટલે આજનો કાર્યક્રમ માત્ર વિકાસકામોના લોકાર્પણ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ આવાસ અને રોજગાર સાથે જોડાયેલા લાભાર્થીઓ માટે પણ મહત્વનો બનશે.

સતત વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને શહેરમાં ફ્લાયઓવર

અમદાવાદમાં સતત વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને શહેરમાં ફ્લાયઓવર, રોડ, ડ્રેનેજ, આવાસ અને અન્ય માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. વાડજ ફ્લાયઓવર શરૂ થયા બાદ ખાસ કરીને વાડજ જંક્શન આસપાસના વાહનચાલકોને તેની સીધી અસર જોવા મળશે. હવે પીક અવર્સમાં જે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી, ત્યાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દૂધ મંડળીમાં સસ્પેન્ડેડ ચેરમેનનો હોબાળો, તલવારથી તોડફોડ અને કર્મચારીઓ પર ઝેરી દવા છાંટી ધમકી આપ્યાનો આક્ષેપ

આ રીતે વાડજ ફ્લાયઓવર સાથે અમદાવાદમાં રૂ.583 કરોડથી વધુના વિકાસકાર્યો શહેરના માળખાકીય વિકાસમાં ઉમેરો કરશે. એક તરફ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત આપતો ફ્લાયઓવર અને બીજી તરફ આવાસ તથા અન્ય નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાથી અમદાવાદના વિવિધ વિસ્તારોને તેનો લાભ મળવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Ahmedabad Development Vadaj Flyover

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ