ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠામાં ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ કરી પત્નીની હત્યા, દીકરીને લઈને ફરાર પણ ઝડપાયો
Last Updated: 10:15 PM, 24 September 2026
ADVERTISEMENT
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જાદર પોલીસ અને LCB ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
ADVERTISEMENT
પત્નીની હત્યા બાદ દીકરી લઈને ફરાર
સાબરકાંઠાના ઇડર તાલુકાના હરીપુરા ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારમાં કાળો કેર વર્તાયો છે. મૂળ રાજસ્થાનના કોટડા છાવણી ગામના રહેવાસી અને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હરીપુરા ગામમાં ખેતમજૂરી અર્થે આવેલા રમેશ પારગી નામના શખ્સે પોતાની જ પત્ની સોનીબેનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. પત્નીના ચારિત્ર્ય પર વહેમ રાખી પતિએ ઘરકંકાશમાં આ ખૂની ખેલ ખેલ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી પતિ દીકરીને લઈને ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો છે. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી આગળની રિમાન્ડ સહિતની કાર્યવાહી આરંભી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા પણ પહોંચી ગયા ગુરુગ્રામ, જાણો પછી શું બન્યું?
માસૂમ દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
ADVERTISEMENT
હત્યારા પતિ રમેશ પારગી સામે જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લઈને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે, પતિએ આવેશ અને વહેમમાં આવીને પત્નીનું ઢીમ ઢાળી દેતા માસૂમ દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવીને નોધારા બની છે. ત્યારે જોવાનું એ રહેશે કે આવનાર દિવસોમાં હત્યારા રમેશ પારગીને કાયદો કેવા અને કયા પ્રકારે ની સજા અપાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.