ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવેમ્બરમાં આ પદ માટે રેલવેમાં યોજાશે ભરતી પરીક્ષા, આ રીતે થશે સિલેક્શન પ્રોસેસ

વેકેન્સી 2026 / નવેમ્બરમાં આ પદ માટે રેલવેમાં યોજાશે ભરતી પરીક્ષા, આ રીતે થશે સિલેક્શન પ્રોસેસ

Published By: Nirav Kumar

Last Updated: 12:21 AM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે અસિસ્ટન્ટ લોકો પાયલટની સીબીટી-1 પરીક્ષા 3થી 5 નવેમ્બર 2026 સુધી યોજાશે. જેમાં કુલ 11,127 પદો માટે આ પરીક્ષા યોજાવાની છે. ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

રેલવે અસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી માટે રાહ જોતા ઉમેદવારો માટે મોટી ખબર આવી ગઈ છે. આરઆરબીએ 11,127 પદો માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. સીબીટી-1 પરીક્ષા 3 નવેમ્બરથી 5 નવેમ્બર 2026 સુધી યોજાશે. હવે ઉમેદવારો પાસે તૈયારી માટે માત્ર એક મહિનો બાકી છે આથી સમયનો સદુપયોગ કરવો જરૂરી છે.

આરઆરબીએ સીઈએન 01/2026 એડ. અંતર્ગત ટેન્ટેટિવ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત રહેશે અને અલગ-અલગ શિફ્ટમાં યોજાશે. સ્કોર પર નોર્મલાઈઝેશન પણ લાગુ પડશે.

જેમાં પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે. પહેલો તબક્કો સીબીટી-1, બીજો સીબીટી-2, ત્રીજો કોમ્પ્યુટર બેઝ્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ મેડિકલ પરીક્ષા.

સીબીટી-1માં કુલ 75 પ્રશ્નો આવશે, દરેક એક ગુણનો. નેગેટિવ માર્કિંગ એક તૃતીયાંશ રહેશે. જેમાંત્રણ વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે. ગણિતમાં નંબર સિસ્ટમ, દશાંશ, અપૂર્ણાંક, એલસીએમ-એચસીએફ, ગુણોત્તર, ટકાવારી, ક્ષેત્રમિતિ, સમય અને કાર્ય, વ્યાજ, નફો-નુકસાન, બીજગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિ જેવા વિષયો આવશે.

મેન્ટલ એબિલિટીમાં સમાનતા, કોડિંગ-ડિકોડિંગ, સંબંધ, વેન ડાયગ્રામ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને તાર્કિક તર્ક જેવા પ્રશ્નો રહેશે. જનરલ સાયન્સમાં દસમા ધોરણ સ્તરની ફીઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્નો પૂછાશે.

વધુ વાંચો : વિદેશ મંત્રાલયમાં ઇન્ટર્નશિપનો મોકો, દર મહિને ₹10 હજાર સ્ટાઇપેન્ડ, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી

જેની પરીક્ષા તારીખથી દસ દિવસ પહેલાં એક્ઝામ સિટી સ્લિપ જાહેર થશે. એસસી-એસટી ઉમેદવારો માટે ટ્રાવેલ ઓથોરિટી સ્લિપ પણ ઉપલબ્ધ થશે. એડમિટ કાર્ડ પરીક્ષાના ચાર દિવસ પહેલાં જાહેર થશે. જેના વગર પરીક્ષા હોલમાં પ્રવેશ મળશે નહીં. જેમાં ઉમેદવારોએ હવે સિલેબસ અનુસાર વિષયવાર તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને નિયમિત મોક ટેસ્ટ આપવા જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CBT-1 examination Railway Loco Pilot

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ