ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં આધાર કાર્ડ ભૂલી ગયા? તો આ રીતે મોબાઈલમાં કરી લો ડાઉનલોડ, કામ થઇ જશે
Last Updated: 12:38 AM, 22 September 2026
ADVERTISEMENT
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો તમે ફિઝિકલ આધાર કાર્ડ ઘરે ભૂલી ગયા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં મોબાઈલમાં રાખેલો ડિજિટલ આધાર કામ આવી શકે છે. જેમાં TTEને mAadhaar એપ કે ડિજીલોકરમાં સાચવેલા વેરિફાઈડ આધાર ડોક્યુમેન્ટ તરીકે બતાવી શકાય છે. તેથી મુસાફરી પહેલાં ડિજિટલ આધાર તૈયાર રાખવું જોઈએ.
ADVERTISEMENT
mAadhaar એપ આ રીતે યુઝ કરવી
સૌપ્રથમ ફોનમાં mAadhaar એપ ડાઉનલોડ કરો. જરૂરી માહિતી સાથે લોગઈન કરીને તમારું ડિજિટલ આધાર પ્રોફાઈલ ઓપન કરો. જ્યારે જરૂર પડે ત્યારે એપમાંની આધાર માહિતી અને ક્યૂઆર કોડ TTEને બતાવી શકો છો. આ એપની એક વિશેષતા એ છે કે તમે પરિવારના બીજા સભ્યોના આધાર પણ સેવ કરી શકો છો. મુસાફરી પહેલાં એપમાં માહિતી ઉપલબ્ધ છે કે નહીં તે જરૂરીથી ચેક કરી લો.
ADVERTISEMENT
જો તમારા ફોનમાં ડિજીલોકર એપ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. આ એપ ખોલીને લોગઈન કરો, Issued Documents સેક્શનમાં જાઓ અને ત્યાં સાચવેલા વેરિફાઈડ આધાર ડોક્યુમેન્ટને એક્સેસ કરો. તેને પણ TTEને બતાવી શકાય છે.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન વેલીડ ફોટો આઈડી સાથે રાખવી જરૂરી છે. ટિકિટ ઓનલાઈન હોય કે કાઉન્ટરથી લીધેલી હોય, TTE ટિકિટ ચેક કરતી વખતે ઓળખપત્ર માંગી શકે છે. આધાર સિવાય મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ કે પાસપોર્ટ પણ યુઝ થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો વેલીડ આઈડી ન બતાવી શકો તો રેલવેના નિયમો અનુસાર કાર્યવાહી થઈ શકે છે. જેમાં નક્કી કરેલ ભાડા સાથે દંડ પણ વસૂલાઈ શકે છે. આથી મુસાફરી પહેલાં ટિકિટ સાથે માન્ય આઈડી પ્રૂફ કે મોબાઈલમાં ડિજિટલ આધાર તૈયાર રાખવું જ વધુ સુરક્ષિત મનાય છે.
સંકળાયેલા મુદ્દાઓ