ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ટૂંક સમયમાં આવશે PM કિસાનનો 24મો હપ્તો, ખેડૂતોની આતુરતાનો આવશે અંત!

કામની વાત / હવે ટૂંક સમયમાં આવશે PM કિસાનનો 24મો હપ્તો, ખેડૂતોની આતુરતાનો આવશે અંત!

Published By: Nirav Kumar

Last Updated: 10:45 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ઓક્ટોબર કે દિવાળી પહેલાં આવી શકે છે પણ ઈ-કેવાયસી અને આધાર-બેંક લિંક જરૂરી છે. જેમાં નવા અરજદારો માટે ફાર્મર આઈડી જરૂરી બની ગઈ છે.

ADVERTISEMENT

ખેડૂતોનો લાંબી રાહ હવે પૂરી થવાની છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મા હપ્તાની રકમ જલ્દી જ ખાતામાં આવી શકે છે. અહેવાલો અનુસાર આ હપ્તો ઓક્ટોબરમાં કે દિવાળી પહેલાં જારી થવાની સંભાવના છે. સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી પણ અગાઉના વર્ષોના અનુભવને આધારે ખેડૂતો આશા રાખી રહ્યા છે.

આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે. જેથી વર્ષમાં કુલ 6 હજાર રૂપિયા મળે છે. પણ આ લાભ મેળવવા માટે અમુક શરતો પૂરી કરવી જરૂરી છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી પૂરી કરી નથી કે બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યું નથી તેમના ખાતામાં આ હપ્તો નહીં આવે. આથી જેમણે હજુ આ પ્રક્રિયા બાકી રાખી છે તેમને તરત પૂરી કરી લેવી જોઈએ.

નવા અરજદારો માટે ફાર્મર આઈડી હવે જરૂરી બની ગઈ છે. જેમાં કૃષિ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પોર્ટલ પર ફાર્મર આઈડી દાખલ કર્યા વગર અરજી આગળ વધશે નહીં. આ આઈડીમાં આધાર નંબર, મોબાઈલ નંબર અને ખેતીલાયક જમીનની ડીટેલ ડિજિટલ રીતે સચવાય છે. જેમાં નજીકના સીએસસી સેન્ટર કે રાજ્યના કૃષિ પોર્ટલ પર જઈને આ આઈડી બનાવી શકાય છે.

જે ખેડૂતો પોતાના નામે જમીન નથી ધરાવતા અને કે પટ્ટદાર તરીકે ખેતી કરે છે તેમના માટે સરકાર અસ્થાયી ફાર્મર આઈડી આપવાની તૈયારી કરી રહી છે. જોકે હાલના નિયમો અનુસાર પીએમ કિસાનનો લાભ માત્ર રજિસ્ટર્ડ જમીન માલિકોને જ મળે છે.

વધુ વાંચો : રૂપિયાની સમસ્યા વચ્ચે PF એકાઉન્ટથી ભરો LIC પ્રીમિયમ! જાણો નિયમ-પદ્ધતિ

આમ જોઈએ તો 24મા હપ્તાની રાહ જોતા ખેડૂતોએ પોતાની ઈ-કેવાયસી અને આધાર-બેંક લિંક ચેક કરી લેવું જોઈએ. નવા અરજદારોએ ફાર્મર આઈડી જરૂર બનાવવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmer PM Kisan schem installment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ