ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રૂપિયાની સમસ્યા વચ્ચે PF એકાઉન્ટથી ભરો LIC પ્રીમિયમ! જાણો નિયમ-પદ્ધતિ
Last Updated: 05:09 PM, 21 September 2026
ADVERTISEMENT
પૈસાની તંગી હોય અને LICનું પ્રીમિયમ ભરવાની તારીખ નજીક આવી જાય ત્યારે ઘણા લોકો ચિંતામાં પડી જાય છે. જેમાં અમુક ઉધાર માંગે છે અમુક ક્રેડિટ કાર્ડનો આશરો લે છે. પણ જો તમે EPFOના સભ્ય છો તો એક એવી વ્યવસ્થા છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી. આ વ્યવસ્થા હેઠળ તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી સીધું LICનું પ્રીમિયમ ભરી શકો છો.
ADVERTISEMENT
એના માટે EPFOનો ફોર્મ 14 વાપરવું પડે છે. આ ફોર્મ ખાસ LIC પોલિસીના પ્રીમિયમ માટે જ બનાવવામાં આવ્યુ છે. તમે EPFOને સૂચના આપી શકો છો કે તમારા પીએફ ખાતામાંથી રકમ કાઢીને LICને પ્રીમિયમ તરીકે ચૂકવી દેવામાં આવે. એક વાર આ પ્રક્રિયા પૂરી થઈ જાય બાદમાં આગળના પ્રીમિયમ માટે પણ વ્યવસ્થા થઈ શકે છે. જેથી દર વખતે અલગથી પૈસા ભેગા કરવાની જરૂર ન પડે.
પણ આ સુવિધા દરેકને મળતી નથી. જેની સૌથી મહત્વની શરત એ છે કે તમારા પીએફ ખાતામાં ઓછામાં ઓછા બે વર્ષના LIC પ્રીમિયમ જેટલી રકમ હોવી જોઈએ. તેના માટે માત્ર EPFOનો સભ્ય હોવું પૂરતું નથી. ખાતામાં પૂરતું બેલેન્સ અને બીજા નિયમો પણ પૂરા થવા જરૂરી છે.
ADVERTISEMENT
આ ઓપ્શન ક્યારે કામ આવે?
જો તમારું વાર્ષિક પ્રીમિયમ ત્રીસ હજાર રૂપિયા છે અને અચાનક નોકરી જતી રહી કે કોઈ મોટો ખર્ચ આવી ગયો હોય. આવી સ્થિતિમાં પ્રીમિયમ ન ભરવાથી પોલિસી લેપ્સ થઈ શકે છે. જો તમારી પાસે પીએફમાં પૂરતી રકમ હોય અને શરતો પૂરી થતી હોય તો ફોર્મ 14 ભરીને આ મુશ્કેલી ટાળી શકાય છે.
ADVERTISEMENT
પરંતુ યાદ રાખો કે પીએફની રકમ તમારી નિવૃત્તિની બચત છે. તેથી દર વખતે આ ઓપ્શન વાપરવો બુદ્ધિમાની નથી. જ્યારે ખરેખર પૈસાની તંગી હોય અને પોલિસી ચાલુ રાખવી જરૂરી હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય ખર્ચ જેવા કે ભાડું, સ્કૂલ ફી કે બીજા બિલ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી. તે માત્ર LIC પ્રીમિયમ માટે જ છે.
પ્રીમિયમની તારીખ નીકળી જાય તો પણ તરત જ પોલિસી ખતમ થઈ જતી નથી. LIC સામાન્ય રીતે વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક પ્રીમિયમ માટે ઓછામાં ઓછા ત્રીસ દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે, જ્યારે માસિક માટે પંદર દિવસનો. આ સમયગાળામાં પણ પેમેન્ટ ન થાય તો પોલિસી લેપ્સ થઈ શકે છે અને પછી તેને ફરી ચાલુ કરવા માટે વધારાના નિયમો અને વ્યાજ લાગુ પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલિસીની સ્થિતિ અને પ્રીમિયમની તારીખ તપાસો, પીએફ ખાતામાં બેલેન્સ ચેક કરો, બે વર્ષના પ્રીમિયમ જેટલી રકમની શરત પૂરી થાય છે કે નહીં તે જુઓ અને છેલ્લે પીએફને નિવૃત્તિની બચત તરીકે જ જુઓ તે કામમાં પણ આવી શકે છે અને જરૂર પડે ત્યારે જ આ રસ્તો અપનાવો.
સંકળાયેલા મુદ્દાઓ