ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / GPay-PhonePeને ટક્કર આપવા હવે માર્કેટમાં આવી રહ્યું છે Apple Pay! આ રીતે થશે પેમેન્ટ
Last Updated: 04:24 PM, 21 September 2026
ADVERTISEMENT
Apple પે હવે ભારતમાં પણ આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર iPhone ઓક્ટોબર 2026માં ભારતમાં પોતાની પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. અમેરિકામાં 2014માં શરૂ થયેલી આ સુવિધાને ભારતમાં આવતા લગભગ 12 વર્ષ લાગી ગયા છે. હવે કંપની ભારતના ઝડપથી વધતા ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.
ADVERTISEMENT
શરૂઆતમાં એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ્સને આપલ પેમાં જોડવામાં આવશે. ત્યારબાદ બીજી બેન્કોના કાર્ડ્સ પણ એડ થશે. HDFC અને ICICI બેન્ક સાથે પણ વાતચીત ચાલી રહી છે પણ હજુ સુધી શરતો પર સંપૂર્ણ સહમતિ થઈ નથી. એક્સિસ બેન્ક પાસે જુલાઈ સુધીમાં લગભગ 1.63 કરોડ એક્ટીવ ક્રેડિટ કાર્ડ્સ હોવાથી શરૂઆત માટે સારો યુઝર આધાર મળી શકે છે.
પેમેન્ટ આ રીતે થશે
ADVERTISEMENT
જો તમારા iPhone કે એપલ વોચમાં કાર્ડ લિંક કરેલું હોય અને દુકાન પર કોન્ટેક્ટલેસ કાર્ડ મશીન હોય તો ફોન કે વોચને મશીન પાસે લઈ જવાનું રહેશે. જેમાં ફેસ આઈડી કે ટચ આઈડીથી ઓળખાણ કન્ફર્મ થતાં જ પેમેન્ટ પૂરૂ થઈ જશે. કોઈ અલગ એપ ખોલવાની જરૂર નથી. Apple પે કાર્ડની માહિતીને સુરક્ષિત રાખે છે અને અસલી કાર્ડ નંબર શેર કરતું નથી.
જોકે ભારતમાં આ સર્વિસની શરૂઆત અલગ રીતે થઈ શકે છે. હાલની માહિતી મુજબ શરૂઆતમાં યુપીઆઈ સપોર્ટ નહીં મળે. એટલે ફોનપે કે ગૂગલ પેની જેમ ક્યૂઆર કોડ સ્કેન કરીને પૈસા મોકલવા શક્ય નહીં બને. ભારતમાં UPI ખૂબ જ ફેમસ છે. ઓગસ્ટ 2026માં જ UPI પર 24.5 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા હતા અને ડિજિટલ પેમેન્ટમાં તેનો હિસ્સો આશરે 84 ટકા છે. તેથી જો એપલ પે માત્ર ક્રેડિટ કાર્ડ પર આધારિત રહેશે તો તેનો ઉપયોગ મુખ્યત્વે કાર્ડ મશીનવાળી જગ્યાએ જ થશે.
ADVERTISEMENT
આ અંગે કેટલીક રિપોર્ટ્સમાં શરૂઆતમાં UPI નહીં હોવાનું કહેવાયું છે. જ્યારે અમુકમાં સપોર્ટ સાથે આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. એપલે હજુ સુધી ઓફીશીયલ જાહેરાત કરી નથી. ભારતમાં એપલ પે આવવાનું કારણ એ છે કે અહીં iPhone નું વેચાણ વધ્યું છે અને સ્માર્ટફોન માર્કેટમાં કંપનીનો હિસ્સો આશરે 8 ટકા સુધી પહોંચ્યો છે. આરબીઆઈએ બાયોમેટ્રિક ઓળખાને મંજૂરી આપી હોવાથી પણ આ સર્વિસ શરૂ કરવી સરળ બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવામાં Apple પે ફોનપે અને ગૂગલ પેની જગ્યા લઈ લેશે કે નહીં તે કહેવું હજુ વહેલું છે. તેનો મુખ્ય ફાયદો UPI છે, જે ભારતીયોની આદત બની ગઈ છે. જો ભવિષ્યમાં એપલ પેમાં યુપીઆઈ પણ જોડાય તો સ્પર્ધા વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ