ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાન યોજનાની 24માં હપ્તાની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે, ₹2,000 આ મહિનામાં આવવાની શક્યતા!

તમારા કામનું / PM કિસાન યોજનાની 24માં હપ્તાની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે, ₹2,000 આ મહિનામાં આવવાની શક્યતા!

Published By: Nidhi Panchal

Last Updated: 01:46 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મહત્વની અપડેટ સામે આવી છે. આ હપ્તો ઓક્ટોબરમાં અથવા દિવાળી પહેલાં જાહેર થવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

ADVERTISEMENT

દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. હવે આ હપ્તાને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબરમાં અથવા દિવાળીના તહેવાર પહેલાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જોકે, મહત્વની વાત એ છે કે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. તેથી ખેડૂતો માટે જરૂરી છે કે હપ્તો મેળવવા માટેની તમામ શરતો અને પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી લે.

Kisan-th..............jpg

ગયા વર્ષે 19 નવેમ્બર, 2025ના રોજ પીએમ કિસાન યોજનાનો બીજો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગાઉ 5 ઓક્ટોબર, 2024ના રોજ પણ એક હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણે ઘણા ખેડૂતોને આશા છે કે આગામી હપ્તો પણ ઓક્ટોબરમાં જાહેર થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે નવરાત્રી અથવા દિવાળી પહેલાં સરકાર ખેડૂતોને આગામી હપ્તાની રકમ આપી શકે છે. જોકે, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી હપ્તાની ચોક્કસ તારીખ કહી શકાય નહીં.

e-KYC નહીં હોય તો હપ્તો અટકી શકે

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે e-KYC પૂર્ણ કરવી જરૂરી છે. જે ખેડૂતોએ હજુ સુધી e-KYC પૂર્ણ કરાવી નથી, તેઓ આગામી હપ્તા માટે પાત્ર નહીં બને તેવી શક્યતા છે. આ ઉપરાંત ખેડૂતનું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું પણ જરૂરી છે. જો e-KYC અને આધાર લિંકિંગ જેવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહીં હોય તો પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ખાતામાં જમા થવામાં મુશ્કેલી થઈ શકે છે.

દર ચાર મહિને ₹2,000ની મદદ

PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને ₹2,000નો હપ્તો આપવામાં આવે છે. એટલે કે ખેડૂતોને એક વર્ષ દરમિયાન કુલ ₹6,000ની આર્થિક સહાય મળે છે. હવે ખેડૂતો આગામી ₹2,000ના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રકમ નવરાત્રી અથવા દિવાળી પહેલાં જારી થઈ શકે છે, પરંતુ આગામી હપ્તા અંગે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નવા અરજદારો માટે ખેડૂત ID જરૂરી

જો કોઈ ખેડૂત પહેલી વખત પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી રહ્યો હોય તો તેના માટે ખેડૂત ID મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. કૃષિ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ નવા અરજદારો માટે ડિજિટલ ખેડૂત ID ફરજિયાત કરવામાં આવી છે. પોર્ટલ પર ખેડૂત ID સબમિટ કર્યા વિના નવા ખેડૂતની અરજી પ્રક્રિયા આગળ વધી શકશે નહીં. આ IDમાં ખેડૂતના આધાર નંબર, મોબાઇલ નંબર અને ખેતીની જમીન સંબંધિત વિગતો ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં આવે છે. નવા ખેડૂતોએ ફોર્મ ભરતા પહેલાં નજીકના CSC કેન્દ્ર અથવા રાજ્યના કૃષિ પોર્ટલની મદદથી ખેડૂત ID મેળવી લેવી જોઈએ. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ પીએમ કિસાન યોજનામાં અરજી આગળ વધારવી સરળ રહેશે.

આ પણ વાંચો : RAW અને IBમાં શું છે અંતર? કોના અંડરમાં કરે છે કામ, શું છે બંનેની જવાબદારી અને કઈ એજન્સી કયા પ્રકારની ગુપ્ત માહિતી એકઠી કરે છે?

લીઝ કે શેરક્રોપિંગથી ખેતી કરતા ખેડૂતો માટે પણ તૈયારી

સરકાર એવા ખેડૂતો માટે કામચલાઉ ખેડૂત ઓળખપત્ર આપવાની પણ તૈયારી કરી રહી છે, જેમની પોતાની જમીન નથી પરંતુ તેઓ શેરક્રોપિંગ અથવા લીઝ પર જમીન લઈને ખેતી કરે છે. જોકે, હાલના નિયમો પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ માત્ર નોંધાયેલા જમીન માલિકોને જ મળે છે. તેથી લીઝ અથવા શેરક્રોપિંગ પર ખેતી કરતા ખેડૂતો માટેના આ કામચલાઉ IDની વ્યવસ્થા અંગે આગળના નિયમો મહત્વપૂર્ણ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan PM Kisan e-KYC 24th Installment

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ