ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીની છરીના ઘા ઝીંકી હત્યા કરી, પત્નીએ કહ્યું-'હું રબારી, પતિ દલિત એટલે હત્યા'

ક્રાઈમ / રાજકોટમાં બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીની છરીના ઘા ઝીંકી હત્યા કરી, પત્નીએ કહ્યું-'હું રબારી, પતિ દલિત એટલે હત્યા'

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 05:34 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ઓનર કિલિંગનો એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે જેમાં પ્રેમલગ્ન કરનાર બહેનના પતિની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.

ADVERTISEMENT

રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે 27 વર્ષીય યુવક સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ છરીના આડેધડ ઘા ઝીંકી તેની નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી છે.

પત્નીએ પિયર પર લગાવ્યો ગંભીર આરોપ

મૃતક વિમલ વાણીયાની પત્નીએ તેના પરિવારજનો પર ગંભીર આરોપ કર્યાં છે. તેણે કહ્યું કે હું રબારી છું અને મારો પતિ દલિત સમાજનો છે અને અમારા પ્રેમલગ્ન થયાને 7 વર્ષ થયા હતા. અમારો પરિવાર અમને શોધી રહ્યા હતો. મારા ભાઇએ મારા પતિ સાથે તકરાર કરી છરી ઘા માર્યા છે.

વધુ વાંચો : અમદાવાદમાં ગણપતિની આરતીમાં ગયેલી બાળકી સાથે પડોશીએ કર્યા અડપલાં, રોજ સાંજે ધાબા પર લઈ જતો

સાત વર્ષ પૂર્વે જ કર્યા હતા પ્રેમલગ્ન

મૃતક વિમલે જસદણ પંથકની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ વાતનો ખાર રાખીને આરોપીએ યુવકની હત્યા કરી છે. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ