ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અંબાજી પગપાળા જતા ભક્તો માટે મોટી ભેટ, રસ્તામાં હવે મળશે આ ખાસ સુવિધા

ગુજરાત / અંબાજી પગપાળા જતા ભક્તો માટે મોટી ભેટ, રસ્તામાં હવે મળશે આ ખાસ સુવિધા

Published By: Nirav Kumar

Last Updated: 06:51 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાદરવી પૂનમ દરમિયાન દાંતા-અંબાજી રોડ પર યાત્રાળુઓ માટે આધુનિક વેક્યૂમ વોશરૂમની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 0.5 લિટર પાણીથી ફ્લશ થતી આ ટેક્નોલોજી પાણીની બચત સાથે દુર્ગંધ અને વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી છે.

ADVERTISEMENT

ભાદરવી પૂનમના પવિત્ર મેળાને ધ્યાનમાં રાખીને દાંતા-અંબાજી માર્ગ પર મોટી સંખ્યામાં ઉમટતા પદયાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે સ્વચ્છતા તથા સુવિધાની નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યાત્રાળુઓને રસ્તામાં સ્વચ્છ અને સુવિધાજનક શૌચાલય મળી રહે તે માટે આધુનિક વેક્યૂમ સેનિટેશન ટેક્નોલોજીથી સજ્જ વોશરૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ આધુનિક સુવિધા ‘જય અંબે સેવા કેન્દ્ર - USA’ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વોશરૂમમાં પરંપરાગત શૌચાલયની સરખામણીએ પાણીનો વપરાશ ખૂબ ઓછો થાય છે. વેક્યૂમ સિસ્ટમમાં એક ફ્લશ માટે આશરે માત્ર 0.5 લિટર પાણીનો ઉપયોગ થાય છે.

હવાની મદદથી ચાલે છે વેક્યૂમ સિસ્ટમ

સામાન્ય શૌચાલયમાં ગંદા પાણીના નિકાલ માટે ગુરુત્વાકર્ષણ આધારિત વ્યવસ્થા હોય છે. જ્યારે અહીં વેક્યૂમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં હવાના દબાણની મદદથી વેસ્ટને આગળ મોકલવામાં આવે છે. આ પદ્ધતિ પાણીની બચત કરવાની સાથે વોશરૂમમાં આવતી દુર્ગંધને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ બને છે. એરફ્લો આધારિત ગંધ નિયંત્રણ વ્યવસ્થા હોવાથી યાત્રાળુઓને વધુ સ્વચ્છ વાતાવરણ મળી રહેવાનો હેતુ છે.

વેસ્ટ માટે સીલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા

આ વોશરૂમની બીજી વિશેષતા તેની વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. વેસ્ટને સીલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, જેના કારણે પરંપરાગત સોકેજ પિટની જરૂરિયાત રહેતી નથી. આ સિસ્ટમમાં પાણી અને વેસ્ટ માટે અલગ સ્ટોરેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં મેળા દરમિયાન પીક અવર્સમાં મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરે ત્યારે પણ સિસ્ટમ સતત કાર્યરત રહી શકે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વધુ વાંચો : અમદાવાદમાં ગણપતિની આરતીમાં ગયેલી બાળકી સાથે પડોશીએ કર્યા અડપલાં, રોજ સાંજે ધાબા પર લઈ જતો

ભાદરવી પૂનમ દરમિયાન દાંતા-અંબાજી માર્ગ પર હજારો પદયાત્રાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. આવા સમયે સ્વચ્છ શૌચાલયની ઉપલબ્ધતા યાત્રાળુઓ માટે મોટી સુવિધા બની શકે છે. ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ના સંદેશ સાથે આ પહેલમાં આધુનિક ટેક્નોલોજી અને યાત્રાળુ સેવાને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Washrooms restroom facilities Bhadarvi Poonam

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ