ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડના કપરાડામાં લાઈટનો થાંભલો ઊભો કરતી વખતે 5 મજૂરોને લાગ્યો કરન્ટ, 2ના મોત
Last Updated: 07:49 AM, 25 September 2026
ADVERTISEMENT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામે લાઈટનો થાંભલો ઊભો કરતી વખતે 5 મજૂરોને કરન્ટ લાગ્યો હતો જેમાંથી 2 મજૂરોના મોત થયા હતા. વાવર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મજૂરો મારફતે વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. મજૂરો વીજપોલ ઉભા કરી રહ્યા હતા. તે દરમિયાન વીજપોલ નજીકથી પસાર થતી હાઇટેન્શન લાઇન સાથે અથડાતા જ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કામગીરી કરતા પાંચ મજૂરોને જોરદાર વીજ કરંટ લાગતા જમીન પર ઢળી ગયા હતા.
ADVERTISEMENT
કરંટના જોરદાર ઝટકાથી 10થી 12 જેટલા મજૂરો દૂર ફંગોળાયા
કરન્ટ એટલો જોરદાર હતો કે 10થી 12 જેટલા મજૂરો દૂર ફંગોળાયા હતા. 3થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝતા હોસ્પિટલ ખસેડાયા હતા.
ADVERTISEMENT
કોણ છે મૃતકો?
ADVERTISEMENT
ઘટનાની જાણકારી મળતાં કપરાડા પોલીસના અધિકારી, વીજ કંપનીના અધિકારી સહિત કાફલો દોડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે મજૂરો સુરેશ કુસનાભાઇ પવાર અને સાગર આંબાદાસ સરનાયકના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.