ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / પિતૃ પક્ષમાં પિતૃઓને જળ અર્પણનું કેમ છે વિશેષ મહત્વ? જાણો ગંગાવતરણની કથા અને તર્પણના નિયમો

photo-story

6 ફોટો ગેલેરી

માન્યતા / પિતૃ પક્ષમાં પિતૃઓને જળ અર્પણનું કેમ છે વિશેષ મહત્વ? જાણો ગંગાવતરણની કથા અને તર્પણના નિયમો

Last Updated: 11:48 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પિતૃ પક્ષમાં તર્પણ અને જળ અર્પણ કરવું એ રાજા ભગીરથના પિતૃઋણ ચૂકવવાના મહાન પ્રયાસનું સ્મરણ અને પૂર્વજો પ્રત્યેની પરમ શ્રદ્ધા મનાવામાં આવે છે. આ પવિત્ર વિધિથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અને પરિવાર પર તેમના આશીર્વાદ રહે છે.

1/6

photoStories-logo

1. પિતૃ પક્ષ

સનાતન પરંપરામાં પિતૃ પક્ષ એ આપણા પૂર્વજો પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર સમયગાળો છે. આ 16 દિવસો દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ, પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં પિતૃઓને જળ અર્પણ કરવાનું આટલું બધું મહત્વ કેમ દર્શાવવામાં આવ્યું છે? તેની પાછળ એક આધ્યાત્મિક અને પૌરાણિક સંદર્ભ રહેલો છે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તર્પણ અને જળનું આધ્યાત્મિક મહત્વ

'તર્પણ' શબ્દનો સીધો અર્થ થાય છે 'તૃપ્ત કરવું'. જળ, કુશ અને કાળા તલ વડે કરવામાં આવતા તર્પણથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે તેવી માન્યતા છે. જળ એ સૃષ્ટિનું મૂળ તત્વ અને પવિત્રતાનું પ્રતીક છે. એવું મનાય છે કે મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાપૂર્વક અર્પિત કરેલું જળ સૂક્ષ્મ લોકમાં રહેલા પિતૃઓ સુધી પહોંચે છે. જેનાથી તેમની તરસ છીપે છે અને તેમને અસીમ શાંતિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રાજા ભગીરથ અને ગંગાવતરણની કથા

શ્રાદ્ધમાં પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા પાછળ રાજા ભગીરથની અમર કથા જોડાયેલી છે. પૌરાણિક કથા અનુસાર, રાજા સગરના 60, 000 પુત્રો મહર્ષિ કપિલના ક્રોધથી ભસ્મીભૂત થઈ ગયા હતા. તેમની આત્માઓ મોક્ષ વગર ભટકતી હતી અને તેમના ઉદ્ધાર માટે માત્ર સ્વર્ગીય નદી ગંગાનું પવિત્ર જળ જ એકમાત્ર ઉપાય હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પૂર્વજોનો ઉદ્ધાર થયો

પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે રાજા ભગીરથે સદીઓ સુધી આકરી તપસ્યા કરી અને માતા ગંગાને પૃથ્વી પર અવતરીત કર્યા હતા. જ્યારે ગંગાજીના પવિત્ર જળનો સ્પર્શ તે ભસ્મ સાથે થયો, ત્યારે ભગીરથના તમામ પૂર્વજોનો ઉદ્ધાર થયો અને તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. ત્યારથી જ પિતૃઓના મોક્ષ માટે ગંગાજળ કે પવિત્ર જળથી તર્પણ કરવાની પવિત્ર પ્રથા શરૂ થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો

પિતૃ પક્ષમાં તર્પણ કરતી વખતે દિશા અને વિધિનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તર્પણ હંમેશા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કરવું જોઈએ. કેમ કે દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે. જેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગાય, કાગડા, કૂતરા તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું પુણ્યદાયી માનવામાં આવે છે. આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shraddha Paksha Pitru Paksha Tarpan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ