ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યમાં આજે ગણેશ વિસર્જન, જાણો અમદાવામાં ક્યાં કરી શકાશે વિસર્જન, કયા માર્ગ રહેશે બંધ
Last Updated: 07:58 AM, 25 September 2026
ADVERTISEMENT
ગણેશ ચતુર્થીના પર્વનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. મહાનગરપાલિકાઓ દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ગણેશ વિસર્જનને
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 22, 2026
લઈ ટ્રાફિક જાહેરનામું#Ahmedabad #GaneshVisarjan #TrafficUpdate #TrafficDiversion #GaneshChaturthi #AhmedabadTraffic #VTVDigital pic.twitter.com/WMZpRYnBQb
અમદાવાદમાં 2 લાખથી વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના
ADVERTISEMENT
શહેરમાં આ વખતે નાની-મોટી 2 લાખથી વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના થઈ હતી. શુક્રવારે મ્યુનિ.એ રિવરફ્રન્ટ સહિત વિવિધ જગ્યાએ તૈયાર કરેલા 48 કુંડમાં તથા સ્થળ પર વિસર્જન કરાશે. અત્યાર સુધીમાં મ્યુનિ.નાં કુંડોમાં 12 હજાર મૂર્તિઓનું વિસર્જન કરાયું છે.
156 પંડાલ આયોજકોએ 15 ફૂટ ઊંડાં કુંડ બનાવ્યાં
ADVERTISEMENT
156 પંડાલે તો જાતે 15 ફૂટનાં કુંડ બનાવ્યાં છે, જે સામાન્ય કુંડ જેવાં નથી. ચાંપાનેર સોસાયટીમાં 10 ફૂટની મૂર્તિ માટે સ્થળ પર 15 ફૂટનો કુંડ બનાવ્યો છે. મૂર્તિને ક્રેઇનથી કુંડમાં મૂકી દૂધ-જળ અભિષેક કરાશે.
અમદાવાદમાં કયા સ્થળોએ કરી શકાશે વિસર્જન
ADVERTISEMENT
અમદાવાદમાં નારાયણપુરા, સાબરમતિ, નવરંગપુરા, રાણીપ, ચાંદલોડિયા, પાલડી, ચાંદખેડા, વસ્ત્રાલ, નિકાલ, રામોલ, સૈજપુર, સરદારનગર, વટવા, મણિનગર સહિતના બીજા વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરી શકાશે.
રિવરફ્રન્ટ સહિતના માર્ગો પર વાહનવ્યવહાર બંધ
ADVERTISEMENT
ગણેશોત્સવની ઉજવણી બાદ હવે 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે અમદાવાદ શહેરમાં ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો અને વાહનો રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે શહેરના કેટલાક મુખ્ય માર્ગો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને કારણે 25 સપ્ટેમ્બરે વાહનચાલકોએ પોતાના રૂટમાં ફેરફાર કરવો પડશે.
વધુ વાંચો : UPI પેમેન્ટ પર કસ્ટમરે નહીં આપવો પડે કોઇ ચાર્જ, નાણામંત્રીએ કરી સ્પષ્ટતા
ADVERTISEMENT
બપોરે 1 વાગ્યાથી રિવરફ્રન્ટ સહિતના મુખ્ય માર્ગો વાહનચાલકો માટે બંધ
25 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યાથી રિવરફ્રન્ટ સહિતના મુખ્ય માર્ગો વાહનચાલકો માટે બંધ રહેશે. ગણેશ વિસર્જનનો સમગ્ર રૂટ પણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે વિસર્જનના રૂટ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વિસર્જન માટે નીકળેલી ગણેશ પ્રતિમાઓના સરઘસને સરળતાથી પસાર થવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો