ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો આપઘાત, કેમ્પસમાંથી લગાવી છલાંગ, 7 દિવસમાં બીજો બનાવ
Last Updated: 10:52 AM, 25 September 2026
ADVERTISEMENT
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી વધુ એક વાર વિવાદમાં આવી છે. સાત દિવસમાં વિદ્યાર્થીના આપઘાતનો બીજો બનાવ સામે આવ્યો છે. 25 સપ્ટેમ્બરે મારવાડી યુનિવર્સિટીમાં મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હિંમત ગંદમાનએ યુનિવર્સિટી કેમ્પસમાંથી જ છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. હિંમત ગંદમાન કમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ADVERTISEMENT
બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો
મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ એવું કહ્યું કે વિદ્યાર્થી હેમંત ગંદમાન યુનિવર્સિટીના બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી ભણવામાં રેગ્યુલર હતો. તે બેગ વગર યુનિવર્સિટીમાં પ્રવેશ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચી અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી.
ADVERTISEMENT
યુનિવર્સિટીમાં 'બધું ઓલ ઈઝ વેલ નહીં'
સાત દિવસમાં બે વિદ્યાર્થીઓના આપઘાત અને અગાઉના બીજા વિવાદોને કારણે મારવાડી યુનિવર્સિટીમાં બધુ સમુ સુથરુ ચાલતું હોવાનું જણાતું નથી. વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે કે મરવા માટે? તે પણ એક સળગતો સવાલ છે.
ADVERTISEMENT
19 સપ્ટેમ્બરે પણ વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત
19 સપ્ટેમ્બર એટલે સાત દિવસ પહેલા જ મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10મા માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જે મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા હતી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી હતી.
ADVERTISEMENT
24 સપ્ટેમ્બરે શું બન્યું હતું?
ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના રોજ મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત થયું હતું. 2019થી 2026ના સાત વર્ષના સમયગાળામાં હોસ્ટેલમાં થયેલા રહસ્યમય મૃત્યુ, રેગિંગ અને અત્યાચારના આરોપોથી લઈને નશીલા પદાર્થો, વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદો અને અન્ય વિવાદાસ્પદ નવ જેટલી ઘટનાઓ સુધી—મારવાડી યુનિવર્સિટી સાથે જોડાયેલા વિવાદાસ્પદ બનાવોની યાદી ખૂબ લાંબી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સપ્ટેમ્બર, 2026: આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત. મોતનું કારણ હજુ પોલીસ તપાસ હેઠળ
જાન્યુઆરી, 2026: તેલંગાણાના 18 વર્ષના વિદ્યાર્થી શેરેડ્ડી સાઈરામનો હોસ્ટેલ રૂમમાંથી મૃતદેહ મળ્યો; મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એ જ વર્ષે મે મહિનામાં પ્રોફેસરનો કથિત ન્યૂડ વીડિયો કોલ વાઈરલ થતાં તપાસ કમિટી રચાઈ.
2025: રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને સ્થાનિકોમાં તણાવ; નશા અને દેહવ્યાપારના આક્ષેપો થયા, પરંતુ આ આરોપો સાબિત થયેલા નથી. ઓગસ્ટમાં બે વિદેશી વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ થતાં ફરી રજૂઆત થઈ.
સપ્ટેમ્બર, 2024: ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીનો બીજી વિદ્યાર્થિનીનો કથિત વીડિયો બનાવ્યાના આરોપ બાદ હોબાળો અને મારામારી; પોલીસ બોલાવવી પડી.
2024: વિદેશી વિદ્યાર્થી અને સ્થાનિક વચ્ચેના વિવાદ બાદ તણાવ સર્જાયો; પોલીસ દ્વારા બંને પક્ષનાં નિવેદનો લેવાયા, પરંતુ એફઆઈઆર નોંધાઈ નહોતી.
એપ્રિલ, 2023: બોયઝ હોસ્ટેલની સી વિંગ નજીક ગાંજાના 23 છોડ મળી આવ્યા; એફએસએલ પુષ્ટિ બાદ પોલીસે એનડિપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.
સપ્ટેમ્બર, 2022: હોસ્ટેલમાં પાર્થ પંડ્યાની આત્મહત્યા, શરૂઆતમાં તે વિદ્યાર્થી હતો કે કર્મચારી તે અંગે પણ પોલીસ સ્પષ્ટ નહોતી.
ઓક્ટોબર 2022: પ્રથમ વર્ષના 19 વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગના નામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આરોપ, પાંચ સામે ગુનો નોંધાયો અને યુનિવર્સિટીએ એન્ટી-રેગિંગ કાર્યવાહી શરૂ કરી.
જાન્યુઆરી 2019: 20 વર્ષના BCA વિદ્યાર્થી નીલ ઠક્કરનું હોસ્ટેલના ૧૧મા માળેથી પડી જવાથી મોત, હોસ્ટેલ રેક્ટરની ભૂમિકાની પણ પોલીસ તપાસ થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.