ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મારવાડી યુનિવર્સિટી આપઘાત : વિધાર્થીઓ પર પોલીસે કર્યો બળપ્રયોગ, અનેક ઘાયલ, મીડિયા કર્મીઓને માર્યા ધક્કા
Last Updated: 02:11 PM, 25 September 2026
ADVERTISEMENT
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાતનો વિરોધ કરી રહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિધાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કોલેજનો ગેટ ખોલીને અંદર કોલેજના મેઈન બિલ્ડિંગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો જોકે ત્યારે પોલીસે તેમને અટકાવ્યાં હતા. આ ઝપાઝપીમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.પોલીસે મીડિયા કર્મીઓને પણ ધક્કા માર્યાં હતા.
ADVERTISEMENT
પોલીસના ધાડે ધાડા મારવાડી કોલેજમાં ઉતારાયા
આ ઘટના બાદ પોલીસના ધાડેધાડા મારવાડી કોલેજમાં તૈનાત કરવામાં આવ્યાં હતા. એસીપી, SOG, સ્થાનિક પોલીસ મળી 100 થી વધુ જવાનો તૈનાત કરાયા હતા.
ADVERTISEMENT
મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટારનું નિવેદન
મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટારે આ ઘટના પર લૂલો બચાવ કર્યો હતો તેમણે કહ્યું કે મૃતક વિધાર્થી ભણવામાં હોશિયાર હતો અને અમે પોલીસને પૂરતો સહકાર આપીશું.
ADVERTISEMENT
મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો આપઘાત
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી વધુ એક વાર વિવાદમાં આવી છે. 25 સપ્ટેમ્બરે મારવાડી યુનિવર્સિટીમાં મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હિંમત ગંદમાનએ યુનિવર્સિટી કેમ્પસમાંથી જ છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. હિંમત ગંદમાન કમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ADVERTISEMENT
19 સપ્ટેમ્બરે પણ વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત
ADVERTISEMENT
19 સપ્ટેમ્બર એટલે સાત દિવસ પહેલા જ મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10મા માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જે મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા હતી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી હતી.ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના રોજ મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની 19 વર્ષની વિદ્યાર્થિની અલ્લા વેંકટેશ સોભાર્નિકાનું ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી પડી જવાથી મોત થયું હતું. 2019થી 2026ના સાત વર્ષના સમયગાળામાં હોસ્ટેલમાં થયેલા રહસ્યમય મૃત્યુ, રેગિંગ અને અત્યાચારના આરોપોથી લઈને નશીલા પદાર્થો, વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદો અને અન્ય વિવાદાસ્પદ નવ જેટલી ઘટનાઓ સુધી—મારવાડી યુનિવર્સિટી સાથે જોડાયેલા વિવાદાસ્પદ બનાવોની યાદી ખૂબ લાંબી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.