ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / રામ મંદિરમાં દાન ચોરી: ચંપત રાય, અનિલ મિશ્રા, ગોપાલ રાવ સરકારી સાક્ષી બન્યા, ચાર્જશીટમાં જાણો ક્યારે શું બન્યું
Last Updated: 08:28 PM, 25 September 2026
ADVERTISEMENT
Ram Mandir Donation Theft Case: રામ મંદિરમાં દાનના પૈસાની ચોરી પ્રકરણમાં કેસની તપાસ પૂર્ણ થયા પછી ચાર્જશીટને લઇ પણ ચર્ચા કરવામાં આવી રહી છે. 60,000 થી વધુ પાનાની ચાર્જશીટ ચાર બોક્સ અને બે કાગળના શીટમાં ભરી કોર્ટમાં લાવવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસે રામ મંદિરમાં દાન ચોરી કેસમાં વિશેષ ન્યાયાધીશ એટી કરપ્શનની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું નથી. ત્રણેયને સરકારી સાક્ષી તરીકે નામ દર્શાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં 133 સાક્ષીઓનો ઉલ્લેખ છે, જેમાં 400 પાનાના આરોપપત્ર અને 101 કેસ ડાયરી સ્લિપનો સમાવેશ થાય છે.
ચાર્જશીટ અનેક બોક્સ અને શીટ્સમાં પેક કરી કોર્ટમાં પહોંચાડવામાં આવી હતી. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા પછી કોર્ટે દસ્તાવેજો એકત્રિત કરવાનું અને તપાસવાનું શરૂ કર્યું. આ માહિતી મળતાં જ કોર્ટ પરિસરમાં ભારે હલચલ મચી ગઇ. કેટલાક વકીલોએ તપાસ અને આરોપી તરીકે ચોક્કસ વ્યક્તિઓના નામ ન આપવા સામે વાંધો ઉઠાવ્યો. સ્પેશિયલ જજ એન્ટી કરપ્શન કોર્ટની બહાર પોલીસ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના કારણે હંગામાની સ્થીતી થઇ હતી.
ADVERTISEMENT
કોર્ટ પરિસરમાં પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ પીએસી કર્મચારીઓના બે ટ્રક તૈનાત કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ દાખલ કરતી વખતે તપાસ અધિકારી આશુતોષ તિવારી સાથે એસપી સિટી ચક્રપાણી ત્રિપાઠી, સીઓ સિટી શ્રીયશ ત્રિપાઠી, કોટવાલ મનોજ શર્મા અને રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુમિત શ્રીવાસ્તવ હાજર હતા.
કોર્ટના જણાવ્યા મુજબ તપાસમાં સામેલ કરવા માટે વકીલો દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અંગે કોઈ પુરાવા મળ્યા નથી. તેના આધારે અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કેસમાં આગામી રિમાન્ડ સુનાવણી 7 ઓક્ટોબરના રોજ યોજાશે.
ADVERTISEMENT
ચઢાવા ચોરીનો ઘટનાક્રમ
આ કેસ 4 જૂને સામે આવ્યો જ્યારે ગણતરી ખંડમાં રોકડ છુપાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ મામલો 7 જૂને અખિલેશ યાદવના ટ્વિટ પછી લોકોને જાણકારી મળી
10 જૂને ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાયે મુખ્યમંત્રીને તપાસ કરાવવા વિનંતી કરી હતી
ADVERTISEMENT
13 જૂને પ્રથમ SIT ની રચના કરવામાં આવી હતી
15 જૂને SIT એ ચંપત રાય, ગોપાલ રાવ અને અન્ય ઘણા કર્મચારીઓની પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT
16 જૂને, વધુ પૂછપરછ કરવામાં આવી હતી, અને ટ્રસ્ટના લગભગ 11 મહિનાના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.
17 જૂને, બેંક અધિકારીઓ અને નોટ ગણતરી એજન્સીના પ્રતિનિધિઓની પૂછપરછ કરવામાં આવી હતી.
18 જૂનના અનિલ મિશ્રા અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આફત / 4,000 km લાંબો વાદળોનો ઘેરાવ! ચોમાસાની વિદાય વચ્ચે કેમ ફરી મંડરાયું મહા-વાવાઝોડા અને ભારે વરસાદનું સંકટ?
19 જૂનના ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી. SBI અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
20 જૂનના રોજ SIT લખનૌ પાછી ફરી
23 જૂનના પ્રથમ એસઆઇટીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદને આશરે 20 પાનાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો.
27 એપ્રિલથી 5 જૂન વચ્ચેના 42 દિવસમાં આશરે 70 શંકાસ્પદ ચોરીના CCTV પુરાવા મળી આવ્યાની વાત સામે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો