ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:04 AM, 26 September 2026
ADVERTISEMENT
શેરબજારમાં નવો IPO શોધતા રોકાણકારો માટે ઓરિએન્ટ કેબલ્સનો ઈશ્યુ હાલમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગ્રે માર્કેટમાં આ IPO પ્રત્યે સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. જે લિસ્ટિંગના દિવસે રોકાણકારોને સારા વળતરનો સંકેત આપે છે. ચાલો તેના ગ્રે માર્કેટના ટ્રેન્ડ્સ અંગેની વિગતો વિષે જાણીએ.
ADVERTISEMENT
25% સુધીનું મજબૂત ગ્રે માર્કેટ પ્રીમિયમ
ગ્રે માર્કેટમાં ઓરિએન્ટ કેબલ્સનો શેર તેના ઓરીજનલ ઈશ્યુ પ્રાઈસ કરતાં આશરે 25% વધુ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ મજબૂત GMP દર્શાવે છે કે શેરબજારમાં લિસ્ટિંગના પહેલા જ દિવસે રોકાણકારોને સારો એવો લિસ્ટિંગ ગેઈન મળવાની પૂરી શક્યતા છે.
ADVERTISEMENT
કંપનીનો બિઝનેસ અને માંગ
ઓરિએન્ટ કેબલ્સ વિવિધ ઇન્ડસ્ટ્રી જેવા કે પાવર, ટેલિકોમ્યુનિકેશન અને ઓટોમોટિવ સેક્ટર માટે કેબલ્સ અને વાયર્સનું પ્રોડક્શન કરે છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે થઈ રહેલા ઝડપી વિકાસને કારણે કેબલ ઈન્ડસ્ટ્રીમાં માંગ સતત વધી રહી છે. જેનો સીધો ફાયદો કંપનીના ભવિષ્યના ગ્રોથને મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રોકાણકારો માટે કઈ તક?
ADVERTISEMENT
25 % જેટલું પ્રીમિયમ હોવાથી જે રોકાણકારો માત્ર લિસ્ટિંગના દિવસે નફો કમાવા માંગે છે તેમના માટે આ IPO એક સારું પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. તો સાથે કંપનીના નાણાકીય આંકડા અને ઓર્ડર બુક મજબૂત હોવાથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી પણ આ સેક્ટરમાં વૃદ્ધિની સારી સંભાવનાઓ છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો