ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / દેશી લુક અને ઢોલના તાલે ડાન્સ: રીતેશ-જેનિલીયાએ પરિવાર સાથે ધામધૂમથી ઉજવ્યો વિસર્જન ઉત્સવ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:47 PM, 25 September 2026
1/5
બોલિવૂડનું સૌથી ફેમસ કપલ રીતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી કરી છે. અનંત ચતુર્દશીના પવિત્ર દિવસે આ જોડીએ પોતાના ઘરે સ્થાપિત ગણપતિ બાપ્પાને ભાવુક હૃદયે અને ઈકો-ફ્રેન્ડલી રીતે વિસર્જન આપી વિદાય આપી હતી.
2/5
ગણેશ વિસર્જનના આ પવિત્ર અવસરે રીતેશ અને જેનિલીયા ભારતીય પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. રીતેશ કુરતા-પાયજામામાં સોબર દેખાતા હતા, જ્યારે જેનિલીયા દેશી સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર અને સાદગીપૂર્ણ લાગી રહી હતી. બંનેનો આ ટ્રેડિશનલ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
3/5
પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા દાખવતા રીતેશ અને જેનિલીયાએ કુદરતી જળાશયોને પ્રદૂષિત કરવાને બદલે પોતાના ઘરના આંગણામાં જ એક કૃત્રિમ ટાંકી બનાવીને બાપ્પાની માટીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ગણેશ ભક્તિ સાથે પર્યાવરણ જાળવણીનો આ સંદેશ ફેન્સને ખૂબ જ ગમ્યો છે.
4/5
બાપ્પાના વિસર્જન સમયે રીતેશ અને જેનિલીયા સાથે તેમના બંને દીકરાઓ રિયાન અને રાહિલ પણ પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા. સમગ્ર પરિવારે ઢોલના તાલે ડાન્સ કર્યો, એકબીજાને ગુલાલ લગાવ્યો અને "ગણપતિ બાપ્પા મોરિયા" ના જયઘોષ સાથે બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવાનું નિમંત્રણ આપ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ