ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અમદાવાદમાં ED એ કરી મોટી કાર્યવાહી, સ્ટીલ કનેક્ટ ઇન્ડિયાની ₹4.53 કરોડની સંપત્તિ જપ્ત

ગુજરાત / અમદાવાદમાં ED એ કરી મોટી કાર્યવાહી, સ્ટીલ કનેક્ટ ઇન્ડિયાની ₹4.53 કરોડની સંપત્તિ જપ્ત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:53 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેંક લોન કેસના સંદર્ભમાં સ્ટીલ કનેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની આશરે ₹4.53 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે.

ADVERTISEMENT

Ahmedabad News: અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેંક લોન કેસના સંદર્ભમાં સ્ટીલ કનેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની આશરે ₹4.53 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી PMLA 2002 હેઠળ કરવામાં આવી હતી. તપાસમાં આશરે ₹79.56 કરોડના શંકાસ્પદ વ્યવહારો બહાર આવવાની વાત કહેવાઇ રહી છે.

અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેંક લોન કેસના સંદર્ભમાં સ્ટીલ કનેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ સ્ટીલ કનેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની આશરે ₹4.53 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) 2002 હેઠળ આ કાર્યવાહી કરી છે. ઇડીએ ફંડના ઉપયોગ અને વ્યવહારોની તપાસ કર્યા પછી આ ચલ અને અચલ સંપત્તિઓ સામે કાર્યવાહી કરી છે.

સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરના આધારે ઇડીએ આ તપાસ શરૂ કરી હતી. એફઆઈઆરમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી), 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. નાણાકીય વ્યવહારો અને તેમના ઉપયોગની તપાસ બાદ ઈડીએ આશરે ₹4.53 કરોડની ચલ અને સ્થાવર સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. આ કાર્યવાહી ઈડીના અમદાવાદ યુનિટ દ્વારા કરવામાં આવી હતી.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / એસબીઆઇએ ફ્રી કર્યું ATM માંથી રોકડ ઉપાડ, ફક્ત ત્રણ દિવસ માટે નિર્ણયનું જાણો કારણ

ED એ ₹4.53 કરોડની સંપત્તિ કેમ જપ્ત કરી

તપાસ દરમિયાન ઇડીને જાણવા મળ્યું કે કંપનીના તત્કાલીન ડિરેક્ટરો અને કેટલાક અન્ય લોકો સાથે મળીને બેંક લોનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર લોનની રકમ રોકડમાં ઉપાડવી, અન્ય સંબંધિત કંપનીઓમાં ઉપયોગમાં લેવી અને તેનો કોઈ વાસ્તવિક વ્યવસાય માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઇડી મુજબ કંપનીએ લોનના પૈસા એવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા જે ધિરાણ આપતી બેંકોના સમૂહમાં સામેલ ન હતી. આ સિવાય રકમને ડિરેક્ટરોના વ્યક્તિગત ખાતાઓ અને કંપનીની પેટાકંપનીના ખાતાઓ દ્વારા પણ હેરફેર કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Loan Case ED Action Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ